જેતપુર (ગુજરાત): શહેરના રબારિકા ચોકડી પર આવેલ અન્ડર બ્રીજ (Underbridge) માં ચોમાસા (Monsoon) માં કાયમ માટે વરસાદી પાણી ભરાયેલું રહેતું હોવાને લીધે એક બાઇક ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવીને આવી રહ્યો હતો. આ દરમિયાન સામેથી ધસી આવેલ ST બસ સાથે ટકરાતા ચાલકના જન્મદિને તેનું મોત (Dead) થતાં સમગ્ર પરિવાર (Family) આઘાતમાં ગરકાવ થયો હતો.
જેતપુર રાજકોટ નેશનલ હાઈ-વે પર રબારિકા ચોકડીએ રોડની બંને તરફ અવરજવર માટે હાઈ-વે ઓથોરિટી દ્વારા અન્ડર બ્રીજ બનાવવામાં આવ્યો છે પણ આ બ્રીજ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે કે, જેમાં બ્રિજના અવર જવરના એક નાળામાં તો કાયમી સાડીના કારખાનાનું પાણી જ ભરાયેલું રહેતું હોય છે.
જેને કારણે આ નાળું તો વાહન ચાલકો માટે બંધ જ રહેતું હોય છે ત્યારે બીજા નાળામાં ચોમાસામાં પાણી ભરાયેલું જ રહે છે કે, જેથી આ અન્ડર બ્રીજ ચોમાસામાં અવરજવર માટે કામ લાગતો નથી. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બેકાળજીથી જેતપુર બાજુથી રાજકોટ બાજુ જવું હોય અથવા તો રબારીકા રોડ પર જવું હોય તો વાહન ચાલકોને ફરજિયાતપણે રોંગ સાઈડમાં જવું પડતું હોય છે.
શહેરમાં આવેલ કણકીયા પ્લોટ વિસ્તારમાં ફ્રુટનો વ્યવસાય કરી રહેલ હરેશ ટોપણદાસ સોનીયાનો ગુરુવારનાં રોજ જન્મદિન હોવાથી બાઇક લઈને રાત્રીના હોટલમાં જમવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અન્ડર બ્રીજમાં પાણી ભરાયેલું હોવાથી તેને ફરજિયાતપણે રોંગ સાઈડમાં બાઇક ચાલવવું પડ્યું હતું.
જયારે તેના તે રોડ પર ચડ્યો તે સાથે જ સામેથી અંધારામાં આવી રહેલ ઉંજા-જૂનાગઢ રૂટની એસટી બસ સામે જોરદાર અથડાયો હતો કે, જેને કારણે રાહદારીઓ તરત જ તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ ફરજ પરના ડોક્ટર દ્વારા એને મૃત જાહેર કરી દેવાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.