બે બાઈક અને ટ્રેલર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા 20 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત

પાટડી(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં પાટડી તાલુકાના હિંમતપુરાનો યુવાન પોતાના મિત્ર સાથે બાઇકમાં પાટડી…

પાટડી(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં પાટડી તાલુકાના હિંમતપુરાનો યુવાન પોતાના મિત્ર સાથે બાઇકમાં પાટડી જઇ રહ્યો હતો અને માંડલનો યુવાન પોતાની પત્નિ અને બે બાળકો સાથે બાઇક પર આવી રહ્યા હતા. આ દરમિયાન સામેથી સાંઢની માફક આવતા જમ્બો ટ્રેલર અને બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હિંમતપુરાના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. આ ઉપરાંત, આ અકસ્માતમાં મહિલા અને બે બાળકો સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. પાટડી પોલિસ દ્વારા ઘટનાસ્થળે દોડી જઇ ફરાર ટ્રેલર ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પાટડી તાલુકાના હિંમતપુરા ગામનો 20 વર્ષનો કલ્પેશ પ્રહલાદભાઇ ડુમાણીયા પોતાના મિત્ર કિશન સલાભાઇ પાટડીયા સાથે મોટરસાયકલ પર હિંમતપુરાથી પાટડી તરફ આવી રહ્યાં હતા અને સામેથી માંડલ ગામના સંજય વિઠ્ઠલભાઈ ઠાકોર પોતાની પત્નિ રમીલાબેન અને બે બાળકો સાથે મોટરસાયકલ પર આવી રહ્યાં હતા.

આ દરમિયાન સામેથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતા રાજસ્થાનના ટ્રેલર (નં RJ-27-GD-1654)ના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દઇ બંને બાઇકોને અડફેટે લેતા સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર હિંમતપુરાના કલ્પેશભાઇ પ્રહલાદભાઇ ડુમાણીયા પર ટ્રેલરના ટાયર ફરી વળતા એને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાની સાથે છુંદો બોલી જતા એનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

આ ગોઝારા અકસ્માતમાં હિંમતપુરાના કિશન સલાભાઇ પાટડીયા અને માંડલના સંજય વિઠ્ઠલભાઈ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે વિરમગામ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે રમીલાબેન સંજયભાઇ ઠાકોર અને એમના બંને બાળકોને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, અકસ્માત સર્જનાર રાજસ્થાનનો ટ્રેલર ચાલક અકસ્માતની ઘટનાથી થોડે દૂર મામાની ડેરી પાસે ટ્રેલર રોડ પર મુકી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતના ઘટનાની જાણ થતા પાટડી પીએસઆઇ જે.બી.મીઠાપરા સહિતના પોલિસ સ્ટાફ દ્વારા તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી રાજસ્થાનના ટ્રેલર ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ મથકના બી.જે.સોલંકી ચલાવી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *