આજના ઝડપી યુગમાં યુવકો યુવતીને સોશિયલ મીડિયા (Social media)ના માધ્યમથી મળતા હોય છે. જોકે, યુવક અને યુવતી એક બીજાના સંપર્કમાં આવ્યા બાદ તેમને પ્રેમ થતો હોય છે. આ પ્રેમને લઈને તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માટે ભાગી જવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. તેમજ ઘણી વાર સોશિયલ મીડિયામાં થયેલી મિત્રતા અનેક લોકો માટે જીવલેણ સાબિત થઈ છે ત્યારે ફરીથી સોશિયલ મીડિયાની મિત્રતાએ એક સગીરાનો જીવ લીધો છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના પ્રાંતિયા ગામના 21 વર્ષીય કિશન વિનુજી ઠાકોરને કોટામાં મેડિકલની તૈયારી કરતી મૂળ છત્તીસગઢની 17 વર્ષીય વિદ્યાર્થિની સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને 6 મહિના પહેલાં જ ઇસ્ટાગ્રામ દ્વારા પરિચયમાં આવ્યા હતા. કિશન 4 જૂને વિદ્યાર્થિનીને મળવા રાજસ્થાનના કોટા ગયો હતો જ્યારે વિદ્યાર્થિની બીજા દિવસે 5 અને 6 જૂને યુવકને મળવા હોટેલ ગઈ હતી.
આ દરમિયાન પ્રેમિકાએ ‘મારે બીજા યુવક સાથે સગાઈ નક્કી થઈ ગઈ છે’ કહેતાં જ યુવકને ગુસ્સો આવ્યો હતો. ગુસ્સામાંને ગુસ્સામાં યુવકે પ્રેમિકાના ગળા પર છરાના ઘા ઝીંક્યા તેમજ મૉં ઉપર પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ આરોપી અમદાવાદ આવી ગયો હતો. આ બનાવ બાદ હોસ્ટેલ સંચાલકે વિદ્યાર્થિની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધરે પોલીસ આ મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી પોલીસ દ્વારા 8 જૂને રાત્રે આરોપી કિશન ઠાકોરની મોટા ચિલોડા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, આરોપી કિશન આખો દિવસ પબજી ગેમ રમતો હતો અને ખાનગી નોકરી કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.