રેલ્વે ટ્રેક પર ઉભા રહીને વિડીયો બનાવી રહ્યો હતો યુવક, અચાનક પુરપાટ ઝડપે ટ્રેન આવી અને… -વિડીયો જોઇને હ્રદય કંપી ઉઠશે

Published on: 10:28 am, Tue, 23 November 21

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના હોશંગાબાદ(Hoshangabad) જિલ્લાના ઈટારસી(Itarsi)માં એક યુવકને ટ્રેનના પાટા પાસે ઉભા રહીને વીડિયો શૂટ(Train video shoot) કરવો મોંઘો પડ્યો હતો. મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં એક 22 વર્ષીય યુવક, જે સોશિયલ મીડિયા(Social media) પર પોસ્ટ કરવા માટે રેલ્વે ટ્રેક પાસે ઉભી રહેલી સ્પીડ ટ્રેન સાથે તેનો વીડિયો(Viral Video) બનાવી રહ્યો હતો. તેનું ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇટારસી નજીકના ગામનો સંજુ ચૌરે નામનો યુવક દરરોજ ભોપાલ-નાગપુર રેલ લાઇન પર એક મિત્ર સાથે ફરવા ગયો હતો. આ દરમિયાન રેલ્વે ટ્રેકની બાજુમાં ઉભા રહીને પાછળથી આવતી માલગાડી સાથે વિડીયો બનાવવા માંગતા હતા. જે દરમિયાન તે ખૂબ જ સ્પીડમાં માલગાડીની અડફેટે આવી ગયો હતો. માલગાડીની સ્પીડ ખૂબ જ ઝડપી હતી અને તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું.

પથરૌતા પોલીસ સ્ટેશનના પ્રભારી નાગેશ વર્માએ સોમવારે જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે ઇટારસી-નાગપુર રેલ માર્ગ પર હોશંગાબાદ જિલ્લાના ઇટારસી સ્થિત શરદદેવ બાબા રેલવે કલ્વર્ટ પર બની હતી અને મૃતકની ઓળખ નજીકના પાંજરાળા ગામનો રહેવાસી સંજુ ચૌરે(22) તરીકે થઈ હતી.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વર્માએ જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે સંજુ ચાલતી ટ્રેન સાથે પોતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યો હતો. ટ્રેન આવવાના કારણે આવેલા જોરદાર પવનને કારણે તેનું સંતુલન ખોવાઈ ગયું અને ટ્રેન સાથે અથડાઈને દૂર પડી ગયો અને બેભાન થઈ ગયો. પોલીસ સ્ટેશનના પ્રભારી વર્માએ જણાવ્યું કે, તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેમણે કહ્યું કે પોલીસ આ મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.