સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારના કેબલ બ્રિજની પાળી પર ઉભા રહી ઇચ્છાપોરના એક યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો જેના લીધે પોલીસ અને લોકો બ્રીજ પાસે ભેગા થઇ ગયા. 15 કે 20 જેટલા પોલીસો અને ફાયની ટીમે 2 કલાક સુધી તે યુવાનને સમજાવ્યા પછી તે યુવાન પકડમાં આવ્યો હતો. ફાયર ઓફિસર ઈશ્વર પટેલે પોતાની બુદ્ધિ વાપરીને આત્મહત્યાના વિચારે બ્રિજની પાળી પર ચઢેલા યુવાન સાથે વાતચીત કરતા કરતા આગળ જઇ યુવાનને દોરડાના ફંદામાં ફસાવીને બચાવી લીધો.
આ 26 વર્ષનો યુવક ઈચ્છાપોરમાં રહે છે
ભારે મહેનત પછી પકડમાં આવેલા યુવાન હાથ-પગ બાંધી પોલીસને સોપવામાં આવ્યો હતો. આત્મ હત્યા કરી લેવાના વિચારે બ્રિજ પર ચઢેલો યુવાન ઇચ્છાપોર ધર્માનંદ સોસાયટીમાં રહેતો અમ્બુજ રમેશ શુકલા છે. તેવું પોલીસ ના તપાસમાં કરવાથી બહાર આવ્યું છે. આ ઉપરાંત યુવાનની ઉંમર 26 વર્ષ હશે એવું જાણવામાં મળી આવ્યું આવ્યું છે.
બે કલાક સુધી યુવાને બ્રિજ માથે ઉપાડી લીધો
ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવતા કહ્યું હતું કે, આ યુવાન બસ એમ જ કહેતો હતો કે, નજીક આવ્યા તો નીચે કૂદી જઈશ. યુવકની વારંવાર ધમકી આપતા માનસિક સ્થિતિ જાણી તાપી નદીમાં 5 થી 6 તૈરવૈયા જવાનનોને ઉતારી દીધા હતા. બે કલાક સુધી યુવાને ફાયર અને પોલીસ સહિત આખો બ્રિજ માથે ઉપાડી લીધો હોય એવો માહોલ બનાવી દીધો હતો. આ યુવકને કારણે બ્રીજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en