સુરત(Surat): કોરોના કેસમાં ધીમે ધીમે કોરોના કેસોમાં ઘટાડો તો નોંધાઈ રહ્યો છે પણ રાજ્યમાં હજુ પણ હજારોની સંખ્યાં કોરોનાના એક્ટિવ કેસ છે, હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતો એક વીડિયો વાયરલ થયો છે.
નિયમોની ‘ઐસિ કી તૈસી’: જન્મદિવસની ઉજવણી કરીને યુવકો ખુલ્લેઆમ હવામાં ઉછાળી રહ્યા છે તલવાર- જુઓ વિડીયો #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate pic.twitter.com/kfJJ3ul9Rz
— Trishul News (@TrishulNews) September 21, 2021
કોરોના કાળના નિયમો ભુલાયા, જાહેરમાં બર્થડે પાર્ટીનું સેલેબ્રેશન કરી રહ્યા છે યુવાનો:
અવાર નવાર બર્થડે પાર્ટી કે કેક કટિંગના વીડિયો વાયરલ થાય છે ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે આ વીડિયો સુરતના પાંડેસરા વિસ્તારનો છે જેમાં યુવકો દ્વારા કોરોનાના નિયમોને નેવે મુકીને જાહેરમાં જ બર્થડે પાર્ટીનું સેલેબ્રેશન કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકો જાહેરમાં જ ખુલ્લેઆમ તલવારો ઉછાળી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, બર્થડે પાર્ટીના આ વીડિયોમાં કેક કટિંગ બાદ જાહેરમાં ડીજે પાર્ટી સાથે ખુલ્લેઆમ તલવારો ઉછાળી ઉજવણી કરવામાં આવી હોય તેવું આ વિડીયોમાં તમે જોઈ શકો છો. આ વીડિયોમાં યુવકો મોટી સંખ્યામાં ભેગા થયા છે અને ડીજે વગાડીને બર્થડેની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં એક યુવક હવામાં તલવાર ઉછાળતો જોવા મળી રહ્યો છે. પાંડેસરા વિસ્તારના દીપક નગરમાં ડીજેના તાલે ઝુમલા લોકોનો વીડિયો સામે આવતા પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હજારોને પાર હોવાનું માનવામાં આવે છે, હજુ પણ અનેક જગ્યાએ કોરોના કેસ સામે આવી રહ્યા છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં આ વીડિયો વાયરલ થયો છે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાના કાળના નિયમોની ઐસિતૈસી કરવામાં આવી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, પોલીસ પણ મુક પ્રેક્ષક બનીને આવા લોકોને છાવરવાનું કામ કરી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ પ્રકારના યુવકો સામે શું પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી મુક પ્રેક્ષક બનીને નેથી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.