લીંબડી અમદાવાદ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 2 ના મોત અને 30 ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માત(Accident) સર્જાતા હોય છે. તે દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તેવામાં ફરી એક અકસ્માતની ઘટના લીંબડી અમદાવાદ હાઈવે(Limbdi Ahmedabad…

સુરેન્દ્રનગર(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માત(Accident) સર્જાતા હોય છે. તે દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તેવામાં ફરી એક અકસ્માતની ઘટના લીંબડી અમદાવાદ હાઈવે(Limbdi Ahmedabad Highway) ઉપર કાનપરા ગામનાં પાટીયા પાસે બની હતી. આ અકસ્માત ખાનગી લકઝરી(Private luxury) અને ટ્રક(Truck) ટકરાવવાને કારણે સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનુ મોત થયું હતુ. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતુ. જ્યારે ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા પહોચવાને કારને તેમને સારવાર માટે હોસ્પિટલ(Hospital) ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. આજે વહેલી સવારે આવો જ એક ગંભીર અકસ્માત લીંબડી-અમદાવાદ હાઇવે પર સર્જાયો હતો. આ અકસ્માત લકઝરી અને ટ્રક વચ્ચે થયો હતો. મળતી માહિતી મુજબ, લીંબડી અમદાવાદ હાઇવે પર કાનપરા ગામનાં પાટીયા પાસે સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ.

જ્યારે ખાનગી લકઝરી બસમાં 30થી વધુ મુસાફરોનો બચાવ કરવામાં આવ્યો હતો. ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ૨ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા લોહિલુહાણ હાલતમાં સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. મુંબઇથી પોરબંદર તરફ જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં લોકો ઘટનાસ્થળે પહોચી આવ્યા હતા.

જ્યારે આ અકસ્માતની જાણ લીંબડી પોલીસને થઇ ત્યારે તાત્કાલિકપોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે. પોલિસે બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ હાઇવે પર ટ્રાફિક પુન: ધમધમતો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *