IPL જીતની ખુશી માતમમાં ફેરવાઈ: ગુજરાતના આ યુવા ક્રિકેટરનું નિધન થતા ક્રિક્રેટજગત શોકમાં થયું ગરકાવ

ગુજરાત: સૌરાષ્ટ્ર (Saurashtra) ના ખુબ જ જાણીતા થયેલ રણજી ક્રિકેટર અવી બારોટ (Avi Barot) નું દુઃખદ અવસાન થતા ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો છે. ફક્ત 29 વર્ષની ઉંમરમાં અવીના અવસાનથી SCA શોકમગ્ન બન્યુ છે. અવી બારોટ ગુજરાતી ક્રિકેટ (cricket) જગતમાં સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન તરીકે પોપ્યુલર હતા. તેમણે ગુજરાત તરફથી પોતાનું ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી.

અત્યાર સુધીમાં તેમણે 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી. જયારે હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં પણ રમ્યા હતા. અવી વિકેટકિપર કમ બેટ્સમેન હતો. અવી બારોટ વર્ષ 2019-’20ની સૌરાષ્ટ્રની રણજી વિજેતા ટીમનો સભ્ય હતો. 
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ વિશે સત્તાવાર જાણ કરવામાં આવી છે.

અવી બારોટનું ફક્ત 29 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે જાણ કરી હતી કે, ગઈકાલે 15 ઓક્ટોબરે અવી બારોટને હાર્ટ એટેક આવતા અકાળે અવાસનના સમાચાર ખરેખર દુ:ખદ સાથે આઘાતજનક છે.

અવી એક ખુબ સારો ટીમપ્લેયર તથા ક્રિકેટર હતો. હાલમાં રમાયેલી બધી જ ડોમેસ્ટિક મેચમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતું. અવી ખૂબ મળતાવડા સ્વભાવનો તથા ખુબ સારો માણસ હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આ ક્રીકેટરનાં અવસાનથી આઘાતમાં છે.

અવી બારોટનું ક્રિકેટ કરિયર:
અવી બારોટે 38 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. 38 યાદી એ મેચ તથા 20 ડોમેસ્ટીક T-20 મેચ રમી હતી.  આપને જણાવી દઈએ કે, ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 1547 રન તેમજ A-ગેમ્સમાં 1030 રન કર્યા હતા

T-20ની A ગેમ્સમાં 717 રન નોંધાવ્યા હતા જયારે અવી બારોટે સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીમાં 21 મેચ રમી હતી. વર્ષ 2011માં તેને ઇન્ડિયાનો U-19 કેપ્ટન બનાવાયો હતો. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ગોવા સામેની મેચમાં તેણે 53 બૉલમાં 122 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *