હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણીવાર વ્યક્તિ પૈસા મેળવવાં માટે એવું કરી બેસતો હોય છે કે, જેને જાણીને ઘણાં લોકોને નવાઈ લગતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.સ્લોવેનિયમાં એક યુવતિને પોતાનો જ હાથ કાપી નાખવા બદલ કુલ 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આપને થશે કે પોતાનો જ હાથ કાપવા બદલ સજા કઇ રીતે મળી શકે?
એની પાછળનું કારણ છે કે, આ યુવતિએ વીમાની રકમ મેળવવાં માટે જાતે જ આરી વડે પોતાનો હાથ કાપી નાખ્યો હતો. આ ઘટના છે સ્લોવેનિયાની રાજધાની લ્યુબ્લ્યાનાની. વર્ષ 2019નાં વર્ષમાં એક યુવતિએ પોતાના પ્રેમીની સાથે મળીને પોતાનો જ હાથ કાપવાનું ષડયંત્ર બનાવ્યું હતું. યુવતિનું નામ જૂલિજા ડેલેસિક છે તેમજ એની ઉંમર માત્ર 22 વર્ષની છે.
જૂલિજાનેને હાથમાં ઇજા થઈ એના કુલ 1 વર્ષ અગાઉ જ એણે કુલ 5 પાંચ અલગ-અલગ વીમા કંપનીની પાસેથી પોલિસિ લીધી હતી. યુવતિ તથા તેના પ્રેમીનું ધ્યેય કુલ 1 મિલિયન યુરો કરતાં પણ વધારેની રકમ એકત્ર કરવાનું હતું. આ ષડયંત્રમાં એનાં પિતાએ પણ સાથ આપ્યો હતો. કોર્ટે આ ત્રણેય વ્યક્તિને સજા આપી છે. યુવતિને કુલ 2 વર્ષ તથા એના પ્રેમીને કુલ 3 વર્ષ અને યુવતિનાં પિતાને કુલ 1 વર્ષની સજા આપવામાં આવી છે.
યુવતિનો પ્રેમી તથા એના પિતા જ્યારે એને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા ત્યારે એમણે ડોક્ટરોને જણાવ્યું કે એણી ઇલેક્ટ્રોનિક આરીથી વૃક્ષ કાપતી હતી ત્યારે ભૂલથી એનો હાથ કપાઇ ગયો હતો. હોસ્પિટલનાં ડોક્ટરે જણાવતાં કહ્યું કે, આ પ્રકારની ઘટનામાં દર્દીનાં પરિજનો કપાયેલ અંગને સાથે લાવે છે, જેથી એને ફરીવાર જોડી શકાય તથા દર્દી અપંગ ન થઇ જાય પણ આ કેસમાં યુવતિનાં પ્રેમી તેમજ પિતાએ આવું કશું ન કર્યુ. જેને કારણે શંકા ગઇ તેમજ ત્યારબાદમાં પોલીસે તપાસ હાથ ધરીને સમગ્ર ષડયંત્રનો ખુલાસો કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en