મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં ૨ યુવતીઓને પરિવારના જ સભ્યોએ ઢોરમાર મારવામાં આવ્યો હતો. કારણ એ હતું કે તે યુવતીઓ તેમના મામા પરિવારના છોકરાઓ સાથે ફોન પર વાત કરતી હતી. આ મારપીટનો વિડીઓ પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે ૭ લોકોની ધરપકડ કરી છે.
હમણાં હજુ અલીરાજપુરમાં યુવતી સાથેની બેશરમ હરકતનો મામલો હજુ થમ્યો નથી ત્યાતો મધ્યપ્રદેશના ધાર જીલ્લાના પીપળવા ગામનો વધુ એક વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામ્યો છે. આ વીડીઓમાં એક જ પરિવારની ૨ યુવતીએ ને ખુબ જ ખરાબ રીતે મારપીટ કરી હતી. ત્યાં હાજર લોકો દ્વારા છોકરીઓને લાકડી વડે માર મારવામાં આવી રહ્યો છે.
ટાંડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ એવા વિજય વાસ્કલેએ જણાવતા કહ્યું છે કે પરિવારના જ લોકોએ યુવતીઓ સાથે જ આ પ્રકારની હેવાનિયત આચરી હતી. એટલું જ નહીં ઘટના સ્થળે હાજર રહેલા લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો. વિડીઓમાં મહિલાઓએ પણ લાકડીઓ વરસાવી હતી અને મહિલાઓ દ્વારા પથ્થર અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.
યુવતીઓનો આરોપ છે કે, અમને ફક્ત એટલે માર મારવામાં આવ્યો હતો કે પોતાના મામાના પરિવારના ૨ છોકરાઓ સાથે ફોન પર વાતચીત કરી રહી હતી. આ વાતથી નારાજ થઈને તેમના પરિવારના સભ્યો દ્વારા જોરદાર માર મારવામાં આવ્યો હતો.
Madhya Pradesh | In a viral video (22.06), two girls of Dhar district were seen being beaten up by their family for allegedly talking to their maternal uncle’s son on phone.
We have registered a case and seven people have been arrested: Devendra Patidaar, ASP, Dhar pic.twitter.com/JXExG9VKQ2
— ANI (@ANI) July 4, 2021
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ૨૨ જુનની છે. પોલીસને આ વિડીઓ અંગે ૨૫ જુનના રોજ મળ્યો હતો. યુવતીઓ ખુબ જ ડરેલી હતી. જેમાંથી એક પીડિત યુવતીને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી અને ત્યારબાદ અન્ય ૭ લોકોની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.