કોણ છે આ છોકરી જેણે રાજકોટ પોલીસના નાકમાં દમ લાવી દીધો

Drug peddlers ami cholera in Rajkot: આજકાલ સતત દેશનું યુવાધન ઉંધા રવાડે ચડી રહ્યું છે. પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની હેરાફેરી કરતા લોકોની પોલીસ અટકાયત કરીને ધરપકડ કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી રાજકોટ(Drug peddlers ami cholera in Rajkot) સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ડ્રગસનો જથ્થો મોટા પ્રમાણમાં વારંવાર પકડાઇ રહ્યો છે.

ગુજરાતની સૌથી નાની વયની એટલે કે 23 વર્ષની ઉમરે જ આ યુવતી ડ્રગ પેડલર બની ગઈ, બે વખત લગ્ન કર્યા અને ત્યાર બાદ બે વખત છૂટાછેડા પણ કર્યા. પોલીસે પણ અવાર-નવાર કાઉન્સેલિંગ કરી અનેક વખત સુધારવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં રાજકોટની અમી ચોલેરા અંતે ન સુધરી.

પોલીસે અનેક વખત કાઉન્સીલીંગ કર્યુ
રાજકોટની ડ્રગ્સના દુષણ સામે આકરી કાર્યવાહી કરી હતી,ગુજરાતમા સૌથી નાની ઉંમરે ડ્રગ્સ ડીલર બનેલી યુવતીને અમી દિલીપ ચોલેરા સામે પાસા અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. NDPS એક્ટ હેઠળ પોલીસ કમિશનરે પાસા અટકાયત માટૅ દરખાસ્ત કરી હતી,અમી ચોલેરાની પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમા મોકલી આપવાની પ્રક્રિયા હાથ ધરી છે. અમી ચોલેરા ની સામે રાજકોટ મા બે ગુના નોંધાયા રાજકોટ પોલીસ એ અગાઉ ડ્રગ્સ ના દુષણ માંથી આ યુવતી બહાર આવે તે માટૅ ઘણી વખત કાઉન્સિલિંગ કર્યું હતું.

અમીએ રાજકોટ શહેરની કેટલીક જાણીતી કોલેજનાં યુવાનોને ટાર્ગેટ કર્યા
પોલીસને એક સમયે એક બાદમી મળી હતી જેમાં અમી રાજકોટ શહેરની કેટલીક જાણીતી કોલેજ ઉપરાંત હાઇવે ઉપર આવેલ કોલેજીયનને ટાર્ગેટ બનાવતી હોવાનું સામે આવ્યું હતું. આ પછી છુપી રીતે પોલીસે અમીની પાછળ વોચ ગોઠવી હતી અને કોલેજીયન યુવાનની જ મદદ લઇ અમી સુધી પહોંચવા પ્લાન બનાવ્યો હતો. ચાર મહિના સુધી સતત વોચ રાખી પોલીસે ચાર થી પાંચ વખત તલાસી પણ લીધી હતી પણ પોલીસના હાથ કઈ લાગ્યું ન હતું.

પોલીસે અમી પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો
જો કે આખરે તારીખ 31/01/2023 ના રોજ રાજકોટ શહેર SOG પીઆઇ જે.ડી.ઝાલાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની ચોક્કસ બાતમીના આધારે મહિલા પોલીસને સાથે રાખી રેસકોર્સ બાલભવનના ગેઈટથી અંદર પ્રમુખ સ્વામી પ્લેનેટેરિયમ બહાર 23 વર્ષની અમી દિલીપભાઇ ચોલેરા ને પકડી પાડી અંગઝડતી લેતા તેની પાસેથી અલગ અલગ પડીકીમાં કુલ 1.23 લાખ કિંમતનો 12.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ડ્રગ તેમજ એક્ટિવા અને મોબાઈલ સહીત કુલ 1.78 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડ્રગની આદત છોડવા કોશિશ કરી રહી છું પણ છોડી શકતી નથીઃઅમી
એક સમયે તો એવી પણ આવ્યો કે અમીએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ત્યાં હાજર પોલીસે આધિકારીઓ ને કહ્યું હતું કે સર હું ધીમે ધીમે ડ્રગની આદત છોડવા કોશિશ કરી રહી છું પણ છોડી શકતી નથી. હું ડ્રગનું સેવન ન કરું તો મુશ્કેલી થાય છે હાથ પગ ધ્રુજવા લાગે છે અને આંચકી આવવા લાગે છે અને જીભ થોથવાવા લાગે છે. પણ હવે હું ક્યારે આ વસ્તુ નહિ કરું આ મારી છેલ્લી ભૂલ છે.

20 કોલેજીયન યુવક યુવતીઓ અમીના સંપર્કમાં હોવાનું તપાસમાં સામે આવ્યું
મળતી માહિતી અનુસાર અમી MD ડ્રગના જથ્થા સાથે ઝડપાયા બાદ તપાસ કરતા 20 જેટલા કોલેજના વિધાર્થી તેના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું જેમાં 10 થી 12 યુવાનો અને 8 જેટલી યુવતીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. આ દરેક કોલેજીયન યુવક યુવતીની સાથે સાથે પોલીસે તેના માં-બાપ ને પણ બોલાવી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને આવા નશાનું સેવન ન કરવા સમજણ આપી હતી.

રાજકોટના મુખ્ય નવ પેડલરો
વસીમ અફસરફ મુલતાણી, બિલાલ મેતર, યોગેશ બારભાયા, સુધા ધામેલીયા, જલાલ કાદરી, ઉમંગ ભૂત, ઈરફાન પટણી, અમી ચોલેરા, સિકંદર શેખ આ 9 જેટલા જે રાજકોટમાં ડ્રગ્સ પેડલરો છે. જે હાલ જેલમાં પોહીચી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *