રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. નજીવી લડાઈ હત્યા સુધી પહોચી જતી હોય છે. આ દરમિયાન, શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા મારામારીનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રફુલાબેનનું મૃત્યુ નિપજતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે. આ સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા પ્રફુલાબેનની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ હત્યાની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા મારામારીનો બનાવ સામે આવ્યો હતો. જે બનાવમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રફુલાબેનનું મૃત્યુ નિપજતા મારામારી હત્યા સુધી પહોચી છે. ત્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા પ્રફુલાબેનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમમાં ખસેડવામાં આવી હતી. તેમજ હત્યાની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પ્રફુલાબેનને સંતાનમાં 2 પુત્ર અને 1 દીકરી છે. પહેલા પુત્રનું નામ જયદિપ, બીજા પુત્રનું નામ દિલીપ છે તેમજ પુત્રીનું નામ લીના છે. મૃતકના પતિ ભક્તિનગર પાસે સિક્યુરિટીની નોકરી કરે છે. ત્યારે આજીડેમ પોલીસે પ્રફુલાબેન સાથે મારામારી કરનાર દંપતી સહિત 3 આરોપીઓ વિરૂધ્ધ હત્યાની કલમ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગય 9મી જુલાઈના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના 5 વાગ્યાની આસપાસ પ્રફુલાબેન નામની મહિલા પોતાના ઘરે હતી. ત્યારે શેરીમાં રહેતા સોનલબહેને પ્રફુલાબેનને કહ્યું હતું કે, તારા દીકરાએ તો ત્રણ ત્રણ લગ્ન કર્યા છે સારા માણસો આવું ન કરે. પ્રફુલા બેને તેના જવાબમાં જણાવ્યું હતું કે, મારા દીકરાએ જે કર્યું હોય તે તમારે તેનાથી શું લેવાદેવા છે. આ સાંભળીને સોનલબેન ઉશ્કે રાઇ ગયા હતા અને ત્યારબાદ તેઓ અપશબ્દો પણ બોલવા લાગ્યા હતા.
તે સમયે તેમના પતિ પ્રતાપભાઈ અને તેમનો મિત્ર અશોકભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રફુલાબેન કંઇ સમજે તે પહેલા જ ત્રણેય મળીને તેમણે માર મારવા લાગ્યા હતા. એટલું જ નહીં, તેમને પાઇપ વડે પણ માર મારવામાં આવ્યો હતો. તેના કારણે પ્રફુલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે તરત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.