રાજકોટમાં 30 વર્ષીય યુવકે માત્ર પાંચ સેકન્ડની અંદર ટ્રક નીચે પડતું મૂકી જિંદગી ટૂંકાવી- જુઓ LIVE વિડીયો 

આપઘાતની ઘટનાઓ ખુબ વધતી જણાઈ રહી છે. લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ રાજકોટ(Rajkot) શહેરમાં વધુ એક સરજાહેર આપઘાતની ઘટના…

આપઘાતની ઘટનાઓ ખુબ વધતી જણાઈ રહી છે. લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ રાજકોટ(Rajkot) શહેરમાં વધુ એક સરજાહેર આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ગઇકાલે ટ્રક નીચે પડતું મૂકી 30 વર્ષીય પરપ્રાંતીય યુવાને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વાલી વારસની શોધખોળ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સરાજાહેર આપઘાત કર્યો:
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં 30 વર્ષીય યુવકે સરજાહેર એટલે કે શહેરની ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવકે ધીમી ગતિએ ચાલી રહેલા હેવી ટ્રક નીચે અચાનક પડતું મૂકી જિંદગી ટૂંકાવી છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. માત્ર પાંચ સેકન્ડમાં પોતાની જીંદગીનો ખેલ ખેલનાર યુવકની ઓળખ મેળવવા અને પરિવારની શોધખોળ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી:
પોલીસને રાજકોટ ગ્રીનલેન્ડ ચોક પાસે ટ્રકના વ્હીલ નીચે આવી જતા યુવાનનું મોત નિપજ્યાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. જ્યાં તપાસ દરમિયાન ટ્રકના વ્હીલ હેઠળ યુવાને ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

બનાવને પગલે પોલીસે વધુ તપાસ કરતા યુવાન પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેમજ યુવકનું નામ નીલમ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તેના પરિવારજનોની શોધખોળ કરી તેમજ આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *