સુરત(Surat): શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોના અચાનક આવી રહેલા હાર્ટ એટેક (Heart attack)ના કારણે મોત થવાની ઘટનામાં મોટો ઉછાળો થઇ રહ્યો છે. તેવા સમયે હજીરા (Hazira) ખાતે આજે સવારે એક યુવાનને ચા-નાસ્તો કર્યા બાદ અચાનક તબિયત લથડતા તેનુ મોત નીપજ્યું હતું. પરિવારે હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું જણાવ્યું હતું.
મહત્વનું છે કે, નવી સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હજીરા ખાતે ભટલાઈ ગામ ખાતે રહેતો 32 વર્ષના સોનુકુમાર રામઆધાર સીંગ ગઈકાલે શુક્રવારના રોજ સવારે ઘરે ચા-નાસ્તો કર્યા બાદ બેઠેલો હતો. આ દરમિયાન તેની અચાનક જ તબીયત બગડી ગઈ હતી અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઇ હતી. જેથી નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ તેને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું જણાવ્યું હતું.
જો વાત કરવામાં આવે તો સિવિલમાં સોનુકુમારનું પોસ્ટમોર્ટમ કર્યા પછી ડોક્ટરોએ જણાવતા કહ્યું હતું કે, તેને હૃદય રોગનો હુમલો થયો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં અવી છે પણ વિવિધ સેમ્પલના રિપોર્ટ પછી જ મોતનું સાચું કારણ જાણવા મળશે. એટલું જ નહીં સોનુકુમારના આગામી મેં મહિના બીજા અઠવાડીયામાં લગ્ન થવા જઈ રહ્યા હતા અને આગામી 5 મી મેના રોજ તે પોતાના વતન બિહારના સિંવાગ ખાતે જવાનો હતો. તેના આકસ્મીક મોતને કારણે પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. તેના બે ભાઇ છે. તે હજીરા ખાતે કંપનીમાં નોકરી કરી રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાંડેસરા વિસ્તારમાં ગોપાલ નગર ખાતે વેવાઈ અને વેવાણના હાર્ટ એટેકથી મોત નીપજ્યા હતા. ગોપાલનગરમાં રહેતી વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયા પછી તેની અંતિમ વિધિમાં આવેલ વેવાણ પણ મોતને ભેટેલા વેવાઈને જોતાં જ વેવાણને પણ હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું પણ મોત નીપજ્યું હતું. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં એક જ ઘરમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. જેને લઇ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.