આજે એટલે કે, 11 સપ્ટેમ્બરનાં રોજ સમગ્ર દેશમાં ‘વિશ્વ સુસાઇડ પ્રિવેન્શન દિન’ ની ઉજવણી કરવામાં આવી છે. આવા સમયે રાજ્યના અમદાવાદ શહેરમાંથી આપઘાતની આવી જ અન્ય એક ઘટના સામે આવી છે. શહેરના વાડજ વિસ્તારમાં બ્રિજ પરથી સાબરમતી નદીમાં યુવકે મોતની છલાંગ લગાવી હતી. યુવકે બ્રિજની જાળીને પકડી બચવાનો પ્રયત્ન પણ કર્યો હોવા છતાં હાથ છૂટી જતા તે નદીમાં પડ્યો હતો.
બ્રિજ પર લટકતો યુવક સાબરમતીમાં પડ્યો:
શહેરના વાડજ વિસ્તારનાં દધિચી બ્રિજ પરથી એક યુવકે આજના દિવસે જ આપઘાત કરી લીધો છે. યુવક સાબરમતી નદીમાં છલાંગ મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જો કે, પોતાનો જીવ બચાવવા માટે તેણે બ્રિજની જાળી પકડીને લટકીને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.
જયારે તેનો હાથ છૂટી જતા છેવટે નદીમાં પડ્યો હતો. ફાયરબ્રિગેડ દ્વારા યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકનો આપઘાત કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. અવારનવાર લોકો આપઘાત કરી લેતા હોય છે ત્યારે આવો જાણીએ આની પાછળ રહેલ કારણો વિશે વિગતે…
આપઘાત પાછળ રહેલ મુખ્ય કારણો:
બાળકો પર માતા-પિતાનું ખોટું અનુશાસન, કોઈ શારીરિક-માનસિક રોગ, બેકારી, ગરીબી, ઉચ્ચ અહમ, પ્રિય સ્વજનનું મૃત્યુ, એકલતા, સામાજિક તિરસ્કાર, લોકોનું દબાણ, ઉચ્ચ મહત્વકાંક્ષા, આવેગશીલતા, ભણતરની ચિંતા તેમજ તણાવ હોવાથી યુવાનો આત્મહત્યા કરી લેતા હોય છે.
જયારે શારીરિક વિકાસની અવઢવથી કેટલાક કિશોરો આત્મહત્યા કરવા પ્રેરાતા હોય છે. આની સાથે આસાધ્ય રોગ, આંતરવેયક્તિક સંકટો તથા વિભક્ત કુટુંબ, નિમ્ન સામાજિક આર્થિક દરજ્જો, આયોગ્ય માનસિક આવેગો તથા નોકરી-ધંધો, આર્થિક ભીંસ, દારુની ટેવ, ઘરકંકાસ, શારીરિક-માનસિક બીમારી વગેરે મજબૂર કરતા હોય છે.
દર વર્ષે સમગ્ર વિશ્વમાં 8 લાખ જેટલા મોત આપઘાતથી થતા હોય છે કે, જેમાંથી 1.35 લાખ એટલે કે અંદાજે 17% મોત ભારતમાં થાય છે. આપઘાતનો પ્રયાસ કરીને બચી જતા લોકોની સંખ્યા આનાથી 25 ગણી વધુ છે. ભારતમાં છેલ્લા 30 વર્ષમાં આપઘાતના પ્રમાણમાં અંદાજે 30% જેટલો વધારો નોંધાયો છે કે, જે ચિંતાજનક બાબત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.