ભરવાડ સમાજમાં છવાયો માતમ- વડોદરાના માલધારી યુવકે ગળે ફાંસો ખાઈ આણ્યો જીવનનો કરુણ અંત

Suicide in Vadodara: વડોદરા (Vadodara) શહેરના છેવાડે આવેલા અંકોડીયા (Ankodia) ગામમાં રહેતા પશુપાલકે ઘરની નજીક જ આવેલા ફાર્મ હાઉસમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. પશુપાલક યુવાનના પરિવાર દ્વારા આપઘાત (Suicide) નહિ પણ હત્યા કરી મૃતદેહને પંખા પર લટકાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપો કરવામાં આવ્યો છે અને આ ઘટનાની તટસ્થ તપાસની માંગણી પણ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર શહેરના નજીક આવેલા અંકોડીયા ગામમાં રહેતા 22 વર્ષના પશુપાલક અજય ભરવાડ તેના ઘરની બાજુમાં આવેલ દ્વારકેશ ફાર્મ હાઉસમાં તેના પશુને રાખી રહ્યો હતો અને સવારથી સાંજ સુધી ત્યાં રહી રાતે ઘરે આવી જતો હતો.

મોડી રાત્રે અજય પિતાને બજારમાં જઈ ને આવું છું તેવું કહીને ઘરેથી નીકળ્યો હતો પરંતુ, અજય મોડી રાત સુધી ઘરે પાછો ફર્યો ન હતો. સવારે દૂધ કાઢવાનો સમય થતા પરિવાર અજયને ઉઠાડવા જતા ખબર પડી હતી કે, અજય રાતે ગયા પછી ઘરે પાછો ન ફર્યો હતો. આ જાણ થતા પરિવાર દ્વારા અજયની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પણ અજય મળી આવ્યો ન હતો.

મહત્વનું છે કે, અજય મળી ન આવતા પરિવાર ઘરની નજીકમાં દ્વારકેશ ફાર્મ હાઉસમાં બાંધેલ પશુઓને ચારો આપી દૂધ દોહવા માટે પહોંચ્યા હતા. પરિવારની નજર દ્વારકેશ ફાર્મમાં બાંધેલ શેડ પર પડતા શેડના પંખા પર દોરડા વડે અજયને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને લટકતી હાલતમાં જે મૃતદેહ હતો તેને નીચે ઉતારી તેનો કબ્જો લઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાલુકા પોલીસ દ્વારા હાલ આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, અજય ભરવાડે કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગેની ચોક્કસ માહિતી મળી નથી. પોલીસ દ્વારા તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. તે સાથે ભરવાડ સમાજમાં શોકનો માહોલ છવાય ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *