હૈદરાબાદમાં એક મહિલા ર્ડાક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ ચાર નરાધમોએ તેને જીવતી સળગાવી દીધી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા હતા. દેશમાં શું થઇ રહ્યું છે તે સમજની બહાર છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય તેમ દુષ્કર્મ બાદ દિકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તો ક્યાંક દુષ્કર્મનાં આરોપી જામીન પર છુટી દુષ્કર્મ વેઠનાર પીડિતાને જીવતી સળગાવી દે છે. દુષ્કર્મની બનતી તમામ ઘટનામાં મોટે ભાગે સગીરા સાથે આ ઘ્રુણાસ્પદ ઘટના ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી અમદાવાદમાં આવી જ લાલછંન સમાન ઘટના સામે આવી રહી છે.
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતી બે સગી બહેનો સાથે તાંત્રિક વિધિના નામે એક યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘાટલોડિયામાં રહેતા દોલતરામ નામના યુવકે મહિલાને ઘરમાં સારું નથી વિધિ કરાવવી પડશે કહી અને ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ફોટો વીડીયો ઈન્ટરનેટ પર નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
વાડજ વિસ્તારમાં રહેતી 35 વર્ષની મહિલા સુભાષબ્રિજ પાસે આવેલા એક ફ્લેટમાં કામ કરવા જતી હતી. તેમની મિત્રતા ઘાટલોડિયામાં રહેતા દોલતરામ સુથાર નામના વ્યક્તિ સાથે થઈ હતી. દોલતરામ અવારનવાર મહિલાને મળતો હતો. પોતે તાંત્રિક હોવાનું કહી તમારા ઘરમાં ઘણી બધી આત્માઓ રહે છે. જો વિધિ નહિ કરાવો તો સત્યાનાશ થઈ જશે. ઘરમાં વિધિ કરવાવવી પડશે જો નહિ કરાવો તો તમારી માતા મરી જશે. જેથી ડરી જઈ એક વાર ઘરમાં વિધિ કરાવી પડશે.
ત્યારબાદ શાંત જગ્યાએ વિધિ કરવાનું કહી અને રિવરફ્રન્ટ લઈ ગયો હતો. ત્યાં વસ્તુ પકડાતી નથી કહી અને બાઈક પર કાલુપુર ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તાંત્રિક વિધિના નાટક કરી અને મેલી વસ્તુ પકડાતી નથી જેથી શરીર સંબંધ બાંધવો પડશે તેમ કહી જબરદસ્તી મહિલા સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવારનવાર ઘરે આવી અને તારી વિડીયો કલીપ ઈન્ટરનેટ પર મૂકી દઈશ કહી અને સાબરમતી, વિસત હાઈવે પર આવેલા ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
મહિલાના પિતા મરી ગયા બાદ આવેલા 7 લાખ રૂપિયાની માહિતી પણ દોલતરામને મળતા પૈસાની માંગ કરી હતી જેથી મજબૂરીમાં મહિલાએ 5 લાખ આપી દીધા હતા. મહિલાની બહેનને પણ ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દેશમાં કયારે દુષ્કર્મની ઘટનાઓ અટકશે. શું મહિલાઓને ઘરની બહાર જ નીકળવાનું નહિ ? કયા સુધી યુવતીઓ અને મહિલાઓ દેશમાં પીંખાતી રહેશે. યુવતીઓ અને મહિલાઓને નરાધમોના ડરથી જ જીદગી જીવી પડશે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.