ઓનલાઈન ફૂડ ડિલિવરીની(Online food delivery) ઘણી બધી એપ(App) છે, પરંતુ હાલ Zomato એપ ગ્રાહકો માટે એક નવી સુવિધા લઈને આવી છે. Zomatoના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે(Dipendra Goyal, founder of Zomato) જાહેરાત કરી છે કે, ફૂડ હવે માત્ર 10 મિનિટમાં ગ્રાહક સુધી પહોંચી જશે. તેણે એક બ્લોગ દ્વારા આ વિશે માહિતી આપી હતી. દીપેન્દ્ર ગોયલે એમ પણ જણાવ્યું છે કે, આ કેવી રીતે શક્ય બનશે?
દીપેન્દ્ર ગોયલે જાહેરાત કરી હતી:
Zomatoના સ્થાપક દીપેન્દ્ર ગોયલે ટ્વીટ કર્યું કે, ટૂંક સમયમાં Zomato પર 10 મિનિટમાં ફૂડ ડિલિવરી શરૂ થશે. જેમાં ખોરાકની ગુણવત્તા – 10/10, ડિલિવરી ભાગીદારની સલામતી – 10/10 અને ડિલિવરીનો સમય – 10 મિનિટ.
Announcement: 10 minute food delivery is coming soon on Zomato.
Food quality – 10/10
Delivery partner safety – 10/10
Delivery time – 10 minutesHere’s how Zomato Instant will achieve the impossible while ensuring delivery partner safety – https://t.co/oKs3UylPHh pic.twitter.com/JYCNFgMRQz
— Deepinder Goyal (@deepigoyal) March 21, 2022
Zomato એપ પર આ ફીચરનો ઉપયોગ સૌથી વધુ થાય છે:
દીપેન્દ્ર ગોયલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ગ્રાહકોને તેમની જરૂરિયાતો ઝડપથી પૂરી થાય તે વધારે પસંદ આવે છે. ગ્રાહકો રાહ જોવા માંગતા નથી. સૌથી ઓછા ડિલિવરી સમય અનુસાર રેસ્ટોરન્ટની પસંદગી કરવી એ Zomato એપ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ફીચર છે.
તેણે આગળ લખ્યું કે મને લાગે છે કે Zomatoનો 30 મિનિટનો સરેરાશ ડિલિવરી સમય ઘણો ધીમો છે અને તે લાંબો સમય ટકી શકશે નહીં. જો અમે સરેરાશ ડિલિવરીનો સમય ઘટાડતા નથી, તો આ અન્ય કોઈ કરશે. આજના ટેકનોલોજીના જમાનામાં ટકી રહેવા માટે, નવીનતા લાવવા અને આગળ વધતા રહેવું મહત્વપૂર્ણ છે. તેથી જ અમે 10 મિનિટમાં ભોજન પહોંચાડવા માટે Zomato Instant લાવી રહ્યાં છીએ.
દીપેન્દ્ર ગોયલે જણાવ્યું હતું કે, ઝડપી ફૂડ ડિલિવરીનું વચન ફિનિશિંગ સ્ટેશનોના નેટવર્ક પર નિર્ભર રહેશે, જે માગણી કરનારા ગ્રાહકોની નજીક સ્થિત હશે. આ માટે ડિલિવરી પાર્ટનર પર કોઈ દબાણ કરવામાં આવશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.