1 જાન્યુઆરી 2023થી થશે આ મોટા ફેરફારો: થોડા દિવસો પછી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષ (new year)ની શરૂઆત ઘણા ફેરફારો સાથે થઈ રહી છે. બેંક લોકર(Bank Locker), ક્રેડિટ કાર્ડ(credit card) અને મોબાઈલ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થશે. આ સાથે ગેસ સિલિન્ડર(gas cylinder) અને વાહનોના ભાવમાં પણ વધારો થઈ શકે છે. આ તમામ ફેરફારો તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. ચાલો તમને જણાવીએ કે 1 જાન્યુઆરી, 2023થી કયા ફેરફારો થવા જઈ રહ્યા છે.
વાહનો મોંઘા થશે:
નવા વર્ષથી વાહનોના દરમાં વધારો થશે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ મોટર, ટાટા મોટર્સ, મર્સિડીઝ-બેન્ઝ, ઓડી, રેનો, કિયા ઈન્ડિયા અને MG મોટર 1 જાન્યુઆરી, 2023 થી વાહનોના ભાવમાં વધારો કરશે.
બેંક લોકરના નિયમોમાં ફેરફાર થશે:
આ સિવાય 1 જાન્યુઆરીથી રિઝર્વ બેંક તમામ લોકર ધારકોને એક કરાર જારી કરશે અને જેના પર ગ્રાહકોએ હસ્તાક્ષર કરવાના રહેશે. આરબીઆઈના નવા નિયમો અનુસાર, બેંકો નક્કી કરશે કે તેમના લોકર કરારમાં કોઈ અયોગ્ય શરત અને નિયમો છે કે નહીં.
ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે:
આ સિવાય ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે. HDFC બેંક રિફંડ પોઈન્ટ અને ફીમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. આ સિવાય SBIએ કેટલાક કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે:
આ સિવાય દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અથવા વધારો કરે છે.
જીએસટીના નિયમો બદલાશે:
1 જાન્યુઆરીથી જીએસટીના નિયમોમાં પણ ફેરફાર થશે. 5 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓ માટે હવે ઈ-ઈનવોઈસ જનરેટ કરવું જરૂરી બનશે.
મોબાઈલના નિયમો બદલાશે:
આ સિવાય 1લી તારીખથી દરેક ફોન ઉત્પાદક અને તેની આયાત અને નિકાસ કંપની માટે દરેક ફોનના IMEI નંબરની નોંધણી જરૂરી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.