આ વર્ષે માત્ર 20 જ દિવસમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ થશે જાહેર: એપ્રિલના અંત સુધીમાં આવશે ધો.10-12નું રિઝલ્ટ, જાણો વિગતે

Board Exam Results 2024: ગુજરાતમાં આ વર્ષે લેવાનાર બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે.ધોરણ 10-12ની બોર્ડના પરિણામ(Board Exam Results 2024) જાહેર થશે. પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે.પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી આજે પૂર્ણ થશે. પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે.એપ્રિલ અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરવામાં આવશે.

એપ્રિલ અંત સુધીમાં પરિણામ જાહેર થશે
મળતી માહિતી અનુસાર,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે. ત્યારે પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી આજે પૂર્ણ થશે. પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. એપ્રિલ અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરવામાં આવશે.

આ વેબસાઈટ પર જોવા મળશે પરિણામ
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષા વર્ષ 2024 ના પરિણામોની વિદ્યાર્થીઓ દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી છે, આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે વિદ્યાર્થીઓએ 33 ટકાથી વધુ માર્ક્સ મેળવવાના રહેશે. પેપર ચકાસણી બાદ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર કઈ ઓનલાઈન પરિણામ જોઈ શકો છો.

વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે
લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા બાદ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે.મહત્વનું છે કે, અત્યાર સુધી ગુજરાત બોર્ડના પરિણામ મે મહીનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે ચૂંટણીના કારણે પરિણામ એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે. તબક્કાવાર ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થશે. પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે.