સુરત એરપોર્ટ (Surat Airport): જ્યારથી સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો (International Airport) દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારથી વિદેશથી આવતી ફ્લાઇટઓમાં દાણચોરીની ઘટનાઓ બનતી હોવાનું સામે આવી રહ્યુ છે. ત્યારે હાલ આવીજ વધુ એક ઘટના સુરત એરપોર્ટ પરથી સામે આવી છે. સુરત એરપોર્ટ પર સામાન લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી લગેજ ટ્રોલીમાં મોબાઈલના ફ્લિપ કવરમાં 68 લાખનાં 10 સોનાનાં બિસ્કિટ્સ (Golden Biscuits) બિનવારસી મળી આવ્યા છે.
Surat એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાંથી આ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. પોલીસને આશંકા છે કે, મુસાફરને દર હતો કે તે પકાય જશે અને તે ડરથી મુસાફર બિસ્કિટ મુકીને ફરાર થઇ ગયો હતો. હાલ કસ્ટમ વિભાગે આ 10 સોનાનાં બિસ્કિટ્સનો કબજો લઇ તપાસ હાથ ધરી છે.
Surat એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાંથી મોબાઇલ ફ્લીપ કવર મળી આવ્યા હતા. ત્યારે તેને ખોલવામાં આવ્યું ત્યારે સોનાના 10 જેટલા બિસ્કિટ મળી આવ્યા હતા. આ 10 સોનાના બિસ્કિટની કિંમત અંદાજે રુપિયા 67 લાખ જેટલી છે. આ માહિતી કોઈ પેસેન્જર દ્વારા કસ્ટમ અધિકારીઓને આપવામાં આવી હતી. ત્યાર બાદ માહિતીના પગલે કસ્ટમ વિભાગ દ્વારા સોનાનાં બિસ્કિટ જપ્ત કરવામાં અવાય ને આગળની તપાસ હાથ ધરી છે.
મળેલી માહિતી અનુસાર કોઇ પેસેન્જરે કસ્ટમ વિભાગને જાણ કરી હતી જયારે કસ્ટમ વિભાગને જાણ થઇ ત્યારે તેમણે તાત્કાલિક સ્થળ પર પહોંચીને લગેજ ટ્રોલીમાં પડેલા કેટલોક બિનવારસી સામાનમાં હતો તેની સાથે મોબાઈલનું ફ્લિપ કવર અને અન્ય વસ્તુઓ પણ પડેલી હતી.
ત્યાર બાદ કસ્ટમ વિભાગે આ તમામ વસ્તુઓ પર કબ્જો લીધો અને તમામ વસ્તુની ચકાસણી કરી હતી. જયારે મોબાઇલ ફ્લિપ કવરની તપાસ કરવામાં આવી ત્યારે વિદેશમાં તૈયાર કરવામાં આવેલા 1166 ગ્રામનાં 10 સોનાનાં બિસ્કિટ્સ મળ્યાં હતાં. વિદેશથી ફ્લાઈટ લેન્ડિંગ થયા બાદ પેસેન્જરની તપાસ કરવામાં આવે છે. ગોલ્ડ લાવનાર વ્યક્તિએ બચવા માટે મોબાઈલનું ફ્લિપ કવર ટ્રોલીમાં મૂકી એરપોર્ટ બહાર નીકળી ગયો હશે તેવી આશંકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.