આ વર્ષે ભારત ૭૪મો સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. ભારતની આઝાદીના આંદોલનની આગેવાની મહાત્મા ગાંધીએ કરી હતી. તેમ છતાં જ્યારે દેશને 15 ઑગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી તો તેઓ તેની ઉજવણીમાં સામેલ થયા ન હતા.
સ્વતંત્રતા સાથે જોડાયેલી આવી જ કેટલીક રસપ્રદ વાતો કદાચ તમે નહીં જાણતા હોવ.
1. મહાત્મા ગાંધી સ્વતંત્રતા દિવસે દિલ્હીથી હજારો કિલોમિટર દૂર બંગાળના નોઆખલીમાં હતા, જ્યાં તેઓ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે અનશન પર હતા.
2. જ્યારે નક્કી થઈ ગયું કે 15 ઑગસ્ટના રોજ ભારત સ્વતંત્ર થશે તો જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર મોકલ્યો હતો.તે પત્રમાં લખ્યું હતું, “15 ઑગસ્ટ આપણે પહેલો સ્વાધીનતા દિવસ હશે. તમે રાષ્ટ્રપિતા છો. તેમાં તમારા આશિર્વાદ આપો.”
3. ગાંધીએ આ પત્રનો જવાબ મોકલાવ્યો, “જ્યારે કોલકાતામાં હિંદુ- મુસ્લિમ એકબીજાનો જીવ લઈ રહ્યા છે, તેવામાં ઉજવણી કરવા માટે હું કેવી રીતે આવી શકું છું. હું આ પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે મારો જીવ આપી દઈશ.”
4. જવાહરલાલ નહેરુએ ઐતિહાસિક ભાષણ ‘ટ્રિસ્ટ વિધ ડેસ્ટની’ 14 ઑગસ્ટની મધરાત્રિએ વાઇસરૉય લૉજ (વર્તમાન રાષ્ટ્રપતિ ભવન)થી આપ્યું હતું. ત્યારે નહેરુ વડા પ્રધાન બન્યા ન હતા.આ ભાષણ આખી દુનિયાએ સાંભળ્યું હતું, પરંતુ ગાંધી તે દિવસે નવ વાગ્યે સૂઈ ગયા હતા એટલે તેમણે એ ભાષણ સાંભળ્યું નહોતું.
5. 15 ઑગસ્ટ 1947ના રોજ લૉર્ડ માઉંટબેટને પોતાની ઑફિસમાં કામ કર્યું. બપોરે નહેરુએ પોતાના મંત્રીમંડળની યાદી સોંપી અને પછી ઇન્ડિયા ગેટ પાસે પ્રિન્સેઝ ગાર્ડનમાં એક સભાને સંબોધન કર્યું.
6. દરેક સ્વતંત્રતા દિવસ પર ભારતીય વડા પ્રધાન લાલ કિલ્લાથી ઝંડો ફરકાવે છે. પરંતુ 15 ઑગસ્ટ 1947ના રોજ એવું થયું ન હતું.લોકસભા સચિવાલયના એક શોધપત્ર પ્રમાણે નહેરુએ 16 ઑગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લાથી ઝંડો ફરકાવ્યો હતો.
7. ભારતના તત્કાલીન વાઇસરૉય લૉર્ડ માઉંટબેટનના પ્રેસ સચિવ કૈંપબેલ જૉનસનના જણાવ્યા પ્રમાણે મિત્ર દેશની સેનાની સામે જાપાનના સમર્પણની બીજી વર્ષગાંઠ 15 ઑગસ્ટના રોજ હતી.આ જ દિવસે ભારતે સ્વતંત્ર થવાનો નિર્ણય લીધો હતો.
8. 15 ઑગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા રેખાનું નિર્ધારણ થયું ન હતું. તેનો નિર્ણય 17 ઑગસ્ટના રોજ રેડક્લિફ લાઇનની ઘોષણાથી થયો.
9. ભારત 15 ઑગસ્ટના રોજ સ્વતંત્ર થયો હતો, પરંતુ તેનું પોતાનું કોઈ રાષ્ટ્રગાન ન હતું. રવીન્દ્રનાથ ટાગોરે જન-ગણ-મન 1911માં જ લખી નાખ્યું હતું. પરંતુ તે રાષ્ટ્રગાન 1950માં જ બની શક્યું.
10. 15 ઑગસ્ટના રોજ ભારત સિવાય બીજા ત્રણ દેશોનો પણ સ્વતંત્રતા દિવસ છે. દક્ષિણ કોરિયા જાપાનથી 15 ઑગસ્ટ 1945ના રોજ સ્વતંત્ર થયો હતો.બ્રિટનથી બહરીન 15 ઑગસ્ટ 1971ના રોજ અને કોંગો ફ્રાંસથી 15 ઑગસ્ટ 1960ના રોજ સ્વતંત્ર થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP