અમદાવાદમાં પોલીસકર્મીઓએ ચેકિંગના નામે દંપતી પાસેથી કર્યો 60000 રૂપિયાનો તોડ, પોલીસે ત્રણેયની કરી ધરપકડ

અમદાવાદમાં ગત મોડી રાત્રે ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી આવતી ટેક્ષી કારને પોલીસના જવાનોએ જ દમ મારીને રોકી ખંડણી માંગી હોવાની ફરિયાદ દાખલ થતા અમદાવાદ સાહિત પોલીસ બેડામાં ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો મુજબ જેમાં ટેક્સી કારમાં બેસેલા પેસેન્જર પાસેથી 3 પોલીસકર્મીઓએ રૂ.2 લાખ માગ્યા (Ahmedabad Police extortion Case) હતા. જેમાંથી 40 હજાર રોકડ, 20 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા એટલું જ નહીં ઉબેર કારના ડ્રાઈવરના ફોનમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા અને તેની પાસે એટીએમ થી પૈસા ઉપાડાવ્યા હતા. સોલા પોલીસ સ્ટેશનમાં (Sola Police Station extortion Case) જવાનો સામે ખંડણીની ફરિયાદ નોંધાય ગયા બાદ સોલા પોલીસે ગુનામાં વપરાયેલી કાર કરી કબજે કરી છે.

20 હજાર ઉબેર ડ્રાઈવરના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા

પોલીસકર્મીઓએ ઉબેર ગાડીના ડ્રાઈવરના ખાતામાં 20 હજાર રૂપિયા નાખવા કહ્યું જેથી મિલનભાઈની પત્નીએ 20 હજાર રૂપિયા ઉબેર ગાડીના ડ્રાઈવરના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. પૈસા આવતા જ પોલીસકર્મીએ ગાડીના ડ્રાઈવરને ATMમાંથી રૂપિયા ઉપાડવાનું કહેતા ડ્રાઈવરે પણ 20 હજાર રૂપિયા ઉપાડીને પોલીસકર્મીઓને આપ્યા હતા. પૈસા લીધા બાદ પોલીસકર્મીએ કોઈને વાત નહીં કરવા જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસકર્મીએ બંને ફોન પણ પરત આપી દીધા હતા.

પોલીસની કામગીરી પર અનેક સવાલો

મિલનભાઈ ત્યાંથી ઘરે ગયા ત્યારબાદ તેમના પિતા સાથે આ બાબતે વાતચીત કરી હતી. બીજા દિવસે મિલનભાઈ સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ સમગ્ર મામલે અજાણ્યા પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાવી છે. સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. રાતના સમયે પોલીસ ચેકિંગ કરે છે. પરંતુ ચેકિંગ દરમિયાન આ ઘટના બનતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે.

ત્રણેય પોલીસકર્મીઓની ધરપકડ

ઝોન 1 ડીસીપી લવિના સિંહાએ (Lavina Sinha IPS) જણાવ્યું હતું કે, સોલા પોલીસે ગઈકાલે રાતે ગુનો (Sola Police Station extortion Case) નોંધી તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસના 3 કર્મચારીઓની સંડોવણી સામે આવી છે. જેથી ત્રણેય પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. સોલા પોલીસ દ્વારા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

લોકો બહાર નીકળવાનું પણ ટાળવા લાગ્યા

ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલે નવ જિંદગીઓનો ભોગ લીધા બાદ શહેરમાં નિયમના ઓઠા હેઠળ ખૂણે ખૂણે પોલીસ ચેકિંગ શરૂ થયું અને તેના કારણે ઘણા એવા વિસ્તાર હતા જે મોડી રાત સુધી ધમધમતા હતા, પરંતુ પોલીસ ચેકિંગ અને વ્યવસ્થાના નામે કારનો ખૂણે ખૂણો ચેક કરવો અને લોકોને કેમ આવ્યા, ક્યાં જાઓ છો એવા પ્રશ્નો પૂછતા તેવા વિસ્તારોમાં અચાનક લોકો ઓછા થવા લાગ્યા અને મોટા ભાગે લોકો બહાર નીકળવાનું પણ ટાળવા લાગ્યા હતા. ત્યારે આ ચેકિંગના નામે એક યુગલને રોકીને તોડ કરી લીધી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. એટલું જ નહીં મહિલાને પોલીસ કર્મચારીઓ અલગ ગાડીમાં લઇ ગયા. ત્યારે તેના પતિને અલગ કાર કેવું ચેકિંગ છે જેના કારણે સામાન્ય લોકો પરેશાન થાય અને આ એક એવી પોલીસ છે જેને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ અને તે જ ગુનો કરવા લાગી હવે નિયમના નામે સામાન્ય લોકો કેમ પરેશાન થાય તેવી ચર્ચા થઈ રહી છે. કારણ કે, દરેક વ્યક્તિ તથ્ય નથી અને ઘરથી બહાર નીકળતા દરેક ગુનેગારો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *