BJP પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સામે થયા હતા 103 પોલીસ કેસ જેમાંથી 96 કેસમાં કોર્ટે આપ્યો છે ચુકાદો….

ગુજરાતના નવા નીમાયેલા ભાજપા ના નવા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ ભારતની 17 મી લોકસભાના સભ્ય છે. તેમણે ગુજરાતના નવસારી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.  હવે તેઓ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે. 2019 માં તેમણે 6,89,668 મતોના રેકોર્ડ માર્જિન સાથે ચૂંટણી જીતી હતી.

પાટિલનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવમાં થયો હતો. તેમણે વતનમાં ધોરણ 11 માં ફેઈલ થયા પછી આઈ.ટી.આઈ. સુરત ખાતે તકનીકી તાલીમ લીધી હતી. 1989 માં રાજકારણમાં જોડાતા પહેલા, તેઓ ખેતીકામ અને ઉદ્યોગપતિ હતા.

સી આર પાટિલ પોતાના કાર્યાલય માટે ISO આઇએસઓ પ્રમાણપત્ર 9001: 2008 મેળવનાર ભારતના પ્રથમ સંસદસભ્ય (સાંસદ) બન્યા છે. તેમને તેમની ઓફિસને ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલી માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

તેઓએ 2015માં 2014ની ચૂંટણી લડ્યા બાદ ગુજરાતના મુખ્ય ઈલેકશન અધિકારીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, ૨૦૧૪ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે અમોએ સોગંદનામું રજુ કર્યું હતું કે જેમાં મારી વિરુદ્ધ અલગ અલગ કોર્ટમાં ચાલતા ૧૦૩ દાવાઓની વિગતો દશવી હતી. જે પૈકી ૯૬ દાવાઓનો નિકાલ થઈ ગયેલ છે. દાવાઓના હુકમની પ્રમાણિત નકલ બીડેલ છે, જેની તમારે દફતરે નોંધ લેશો તથ! આપની વેબસાઈટ ઉપર પણ વિગત સુધારવાની કાર્યવાહી કરવા મારી વિનંતી છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *