છેલ્લા ઘણા સમયથી જીવતા જગતિયાની અને ઘટનાઓ સામે આવી છે. ત્યારે સુરતના સાચપરા પરિવારે 105 વર્ષના દાદીનું જીવતા જગતિયું કર્યું હતું. તમને જણાવી દઈએ કે 105 વર્ષની ઉંમરે પણ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહેલા મૂળ ભાવનગરના અધેવાડા ગામના સાચપરા પરિવારના રળીયાત બેન નું જીવતા જગતિયું કરવામાં આવ્યું છે.
વૃંદાવન ફાર્મ ખાતે મહામંડલેશ્વર જગદિશાનંદસાગરજી મહારાજની ઉપસ્થિતિમાં 105 વર્ષીય રળીયાત બેન નું જીવતા જગતિયું કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં સગા સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે જીવતા જગતિયું એટલે, વ્યક્તિ પોતાના હાથે પોતાના અંતિમ સંસ્કાર કરે… પોતાના હાથે જ પોતાનું… પોતાનું જ શ્રાદ્ધ કરે… પોતાના હાથે દાન પુણ્ય કરે… આ તમામ વિધિ પંડિત અને સગાસનીઓની હાજરીમાં કરવામાં આવે.
રળિયાત બા ના પુત્ર વશરામભાઈ જણાવ્યું કે, ‘આ જગતમાં માતા-પિતા સમાન કોઈ દેવી દેવતા નથી. મારા માતાની ઈચ્છા હતી કે પોતાના હાથે જ પોતાના જીવનની દરેક ક્રિયાઓ કરે. અમારી ચાર પેઢીના પરિવારના કુલ 63 સભ્યોનો સમૂહ છે. બા ની ઈચ્છા મુજબ આ કાર્યક્રમ માં સૌરાષ્ટ્ર, સુરત અને મુંબઈ વગેરેથી દરેક પરિવારજનો હાજર રહ્યા હતા.’
કળિયુગના સમયમાં, દિવસેને દિવસે વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધી રહી છે. દીકરાઓ લગ્ન થતા જ છુટા થઈ જાય છે અને અમુક તો તેના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. ત્યારે આવા સમયમાં પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવનારા સંતાનોએ સાચપરા પરિવારમાંથી પ્રેરણા લેવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.