વધુ 108 પાકિસ્તાનના લાચાર હિન્દુ નિરાશ્રિતોને અપાશે ભારતીય નાગરિકતા

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghavi) હસ્તે પાકિસ્તાનના કુલ ૧૦૮ હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર (Ahmedabad Collector CAA)…

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghavi) હસ્તે પાકિસ્તાનના કુલ ૧૦૮ હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર (Ahmedabad Collector CAA) કચેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯ પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના (Gujarat Home minister Harsh Sanghavi) હસ્તે ૧૨ મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા અમદાવાદના કુલ ૧૦૮ લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે.

આ અવસરે અમદાવાદના કલેકટર પ્રવીણા ડી.કે, અમદાવાદના સર્વે ધારાસભ્યઓ, સિંધ માયનોરીટી માયગ્રન્ટ્સ એસોસીએશનના પ્રમુખ અને સભ્યો તેમજ પ્રમાણપત્ર સ્વીકૃતિ માટે આવનાર ૧૦૮ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯ પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *