એક સડક અકસ્માત માં ત્રણ પરિવારો ને ઉખાડીને મૂકી દીધા છે. આ ઘટના ગુજરાતના ભુજમાં બનેલી છે. જેમાં રસ્તા પર થયેલ દુર્ઘટનામાં ત્રણ પરિવારોના 10 લોકોની મૃત્યુ થઇ છે. જાણવા મળ્યું છે કે મરવા વાળા લોકોમાંથી વધુ લોકો ભુજમાં મજૂરી કરી રહ્યા હતા. મજૂરી કર્યા બાદ આ ત્રણ પરિવારના લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ટ્રક અને રિક્ષા વચ્ચે આ દુર્ઘટના સર્જાણી હતી.
તે રિક્ષામાં સવાર પપ્પુ લાલ,તેની પત્ની રીના, તેનો બાળક રોહિત, તેનો નાનો ભાઈ મુકેશ અને પિતા રાધેશ્યામ તેમજ કૃષ્ણ, મુકેશ,વસુંધરા, ઈશ્વરલાલ અને ઈશ્વરલાલ ની છોકરી ખુશી રિક્ષામાં સવાર થઈને ઘર તરફ જઈ રહ્યા હતા. આ રીક્ષા નો ટ્રક સાથે અકસ્માત થતા રિક્ષામાં સવાર 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ લોકોના મૃત્યુ પછી રતલાલ ના નીમસાબંધી ગામમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે. જ્યારે 10 લોકોના મૃતદેહને લઈને પાંચ એમ્બ્યુલન્સ ની ગાડીઓ ગામમાં પહોંચે ત્યારે તેના પરિવારના લોકો અને પડોશમાં રહેતા લોકો મા પણ સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો હતો. ત્યાં હાજર દરેક વ્યક્તિના આંખમાં આંસુ આવી ગયેલા જોવા મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં પપ્પુ,તેની પત્ની,છોકરો અને નાના ભાઈ ના મૃત્યુ ના કારણે તેના પિતા રતનલાલ બેહોશ થઈ ગયા હતા.
જ્યારે ગામમાં આ 10 લોકો ની અંતિમયાત્રા કાઢવામાં આવી તે સમયે ગામના દરેક લોકો અંતિમયાત્રામાં હાજર રહ્યા હતા. આ સમયે ગામના લોકોમાં સન્નાટો છવાયેલો હતો. અને લોકો ત્રણ પરિવારના દુઃખદ અંત ને કારણે ગમગીન નજર આવી રહેલા હતા.
મૃત્યુ થયેલ લોકોના મૃત્દેહને તેના પિતા અને દાદા દ્વારા અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. આ સમયે મૃત્યુ પામેલ લોકોના અન્ય સબંધી પણ ત્યાં હાજર રહ્યા હતા. આ લોકોને અગ્નિસંસ્કાર માં માત્ર ગામના લોકો જ નહીં પરંતુ ત્યારે અધિકારીઓ અને નેતાઓ પણ હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.