મધ્યપ્રદેશના ભોપાલમાં ખતલાપુર ઘાટ પર શુક્રવાર સવારે સાડા ચાર વાગ્યે ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટતા 11 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, બોટમાં 19 લોકો સવાર હતા. પાંચ લોકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે અને ત્રણ લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. માર્યા ગયેલા લોકો પિપલાનીના 100 ક્વાર્ટરના રહેવાસી હતા. હાલ ઘટનાસ્થળે NDRF અને પોલીસની ટીમ પહોંચી ગઈ છે.
જનસંપર્ક મંત્રી પીસી શર્માએ જણાવ્યું કે, મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
કેવી રીતે પલટાઈ બોટ?
જે બોટને મૂર્તિ વિસર્જિત કરવા માટે લઈ જવાઈ રહી હતી, તે ઘણી નાની હતી જ્યારે મૂર્તિની સાઈઝ મોટી હતી. મૂર્તિ વિસર્જન કરવા માટે પાણીમાં ઉતારતી વખતે એક બોટ એકબાજુ નમી પડી અને પલટી ખાઈ ગઈ. બોટ પલટાતાની સાથે ઘણા શ્રદ્ધાળુઓનું મૂર્તિના નીચે દબાઈ જવાના કારણે મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.