આ તો ‘પુષ્પા’નો પણ બાપ નીકળ્યો: બુટલેગરે દારૂ સંતાડવા માટે એવો કીમ્યો અપનાવ્યો કે… -પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ

Foreign liquor seized from ambulance in Gandhinagar: ગુજરાતમાં ખાલી કહેવા પુરતું જ છે કે ગુજરાતમાં દારુ બંધ છે, તે માત્ર ચોપડાઓ પુરતું જ દારૂ બંધ છે.કેમ કે ગુજરાતમાં બુટલેગરો રોજ ને રોજ નવા કીમિયા અપનાવીને રાજ્યમાં દારૂ ઘૂસાડતાં જોવા મળે છે.તો પોલીસ પણ બુટલેગરોના નવા નવા કીમિયા નાકામ કરવામાં સક્ષમ બની ગઈ છે.આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ગાંધીનગરથી આવી રહ્યો છે. બુટલેગરે પોલીસની(Foreign liquor seized from ambulance in Gandhinagar) આંખોમાં ધૂળ નાંખવાનો માસ્ટર પ્લાન તો બનાવ્યો પણ પોલીસ આગળ તે કામ નો કર્યો.

મળતી માહિતી અનુસાર,ગાંધીનગરના ચીલોડા હિંમતનગર હાઇવે રોડ પર આવેલ કન્ના માતાજી હોટલ ઉદયપુર ઢાબા નજીક બિનવારસી એમ્બ્યુલન્સમાંથી 68 હજારનો વિદેશી દારૂનો જથ્થો ચીલોડા પોલીસે પકડી પાડયો છે.બુટલેગર દ્વારા પોલીસની આંખોમાં ધૂળ નાખવા એમ્બ્યુલન્સની સ્ટ્રેચર ઉપર પેશન્ટની જગ્યાએ દારૂની પેટીઓ ગોઠવીને ઉપર કપડું ઢાંકી દઈ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી.પોલીસને ગંધ આવી જતાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

ચીલોડા પોલીસે ચેકિંગ હાથ ધર્યું
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ તારીખ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે હોટલ – ઢાબાઓ પર સઘન ચેકિંગ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જે અન્વયે ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ.એસ. અસારીની ટીમ અલગ અલગ ખાનગી વાહનોમાં હોટલ ઢાબામાં ચેકીંગ અર્થે નીકળી હતી.

પોલીસની નજર સફેદ કલરની એમ્બ્યુલન્સ પર પડી
આ દરમિયાન ફરતા ફરતા છાલા ગામની સીમમાં મોટા ચિલોડાથી હિંમતનગર જતા હાઇવે રોડ પાસે આવેલા કન્ના માતાજી હોટલ ઉદયપુર ઢાબા ઉપર પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યાં ખુલ્લી જગ્યામાં કેટલાક વાહનો પડી રહ્યા હતા. આથી પોલીસે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. પરંતુ કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી ન હતી. તેમાં પોલીસની નજર એક સફેદ કલરની એમ્બ્યુલન્સ ઉપર પડી હતી.

પોલીસને સ્ટ્રેચર ઉપર કપડું ઢાંકેલું જોવા મળ્યું
એમ્બ્યુલન્સ પર નજર પડતા પોલીસે એમ્બ્યુલન્સના દરવાજાના કાચમાંથી અંદર પણ જોયું હતું. પરંતુ કોઈ પેશન્ટ કે ડ્રાઈવર મળી આવ્યો ન હતો. જોકે સ્ટ્રેચર ઉપર કપડું ઢાંકેલું જોવા મળ્યું હતું. જેનાં પગલે પોલીસે મહિન્દ્રા કંપનીની બોલેરો એમ્બ્યુલન્સનાં ડ્રાઇવર સાઇડનો દરવાજો જરૂરી પાના પકડથી ખોલી બાકીના દરવાજા અંદર જઈ ખોલી નાખ્યા હતા.

કપડું હટાવીને જોતા પોલીસની આંખો પહોળી થઈ ગઈ
એમ્બ્યુલન્સની તલાશી લેતા પાંછળના ભાગે દર્દીને બેસાડવાની સ્ટ્રેચર ઉપર ઢાંકેલ કપડું હટાવીને જોતા પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. કેમ કે સ્ટ્રેચર ઉપર દર્દીની જગ્યાએ દારૂની 13 પેટીઓ કપડાંની આડમાં સંતાડી મુકવામાં આવી હતી. જેનાં પગલે પોલીસે બિનવારસી એમ્બ્યુલન્સનાં ડ્રાઇવરની શોધખોળ કરી હતી, પરંતુ ડ્રાયવરને અગાઉથી પોલીસ આવવાની હોવાની ગંધ આવી ગઈ હોય એમ એમ્બ્યુલન્સ બિનવારસી મૂકીને ભાગી ગયો હતો.

કુલ રૂ. 4.68 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દારૂની ગણતરી કરતા 68 હજારની કિંમતની વિદેશી દારૃની 156 બોટલો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે ગાડીના માલિક રસીદ મહંમદ ની આર.સી બુક, અન્ય દસ્તાવેજો, ખાન એમ્બ્યુલન્સ સર્વિસ લખેલ એક બુક, એમ્બ્યુલન્સ ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો મળીને કુલ રૂ. 4.68 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *