હાલમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ થવાને બદલે દુરુપયોગ થાય છે. સોશિયલ મીડિયાના દુરુપયોગથી અનેકની જિંદગી અને આબરૂ સાથે રમત રમાય જતી હોય છે. આવો જ એક કિસ્સો ગોંડલના મોવિયા ગામમાંથી સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલ તાલુકાના મોવિયા ગામની માત્ર બાર વર્ષની સગીરાના સંપર્કમાં આવેલો શખ્સ અન્ય બે શખ્સની મદદથી અપહરણ કરી ગોંડલ લઈ ગયો હતો.
અહીં એક હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું અને બીજાએ અડપલાં કર્યાં હતાં. આ અંગેની પોલીસ ફરિયાદ ગોંડલ પોલીસમાં નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે. દુષ્કર્મ આચરનાર શખ્સના સાથીદારે સગીરા સાથે અડપલાં કરી હેવાનિયતની હદ વટાવી હતી. મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી માતા-પિતાની છત્રછાયા વગરની સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલનો વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી સંપર્કમાં આવી હતી.
આ દરમિયાન તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી અને અવિ મુકેશભાઈ સોલંકીએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ વિરાજે માત્ર બાર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી હેવાનિયતની હદ વટાવી દીધી હતી. હેવાનિયત આટલેથી અટકતી ન હોય તેમ અક્ષય સોલંકીએ પણ સગીરા સાથે અડપલાં કર્યા હતા. આ ઉપરાંત અવિ સોલંકીએ અપહરણ કરવામાં પોતાની કારનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે ફરિયાદ બાદ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 363, 366, 376, 354 (A), 114, પોક્સો કલમ 4, 8, 17 મુજબ ગુનો નોંધી પીએસઆઇ એમ.જે. પરમાર આરોપીઓને ઝડપવા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આરોપી વિરાજ ગોસ્વામી ગોંડલ પાંજરાપોળ પાસે મહાકાળી પાન નામે દુકાન ચલાવે છે. અવિ સોલંકી ગોંડલ ચોરડી દરવાજા પાસે સહકાર પાન નામની દુકાન ચલાવે છે. અને અક્ષય એફ.વાય.બી.કોમનો અભ્યાસ કરી રહ્યો છે.
આ આરોપીઓ દ્વારા સગીરાનું સવારના સમયે અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દુષ્કર્મ ગુજારી આશરે દોઢથી બે કલાક પછી પાંજરાપોળ ખાતે ઉતારી દીધી હતી. ત્યારબાદ સગીરા બસ દ્વારા પોતાના ઘરે પહોંચી હતી અને સમગ્ર હકીકત કાકાને જણાવતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.