લોકડાઉનમાં કરોડો લોકોની નોકરી ગઈ પરંતુ દેશના ધનવાનોની સંપતિમાં 35 ટકાનો વધારો- આંકડો જાણી…

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર સર્જાયો છે. કોવિડ-19 મહામારીને લીધે સમગ્ર વિશ્વમાં આવકની અસમાનતા બહુ જ વધી છે. એક અહેવાલમાં કહ્યા પ્રમાણે કોરોના લોકડાઉનમાં દેશના સૌથી મોટા એવા 100 ધનપતિઓની સંપત્તિમાં 35%નો વધારો થયો છે. રકમ પરથી જોવામાં આવે માર્ચ 2020 બાદ આ 100 ધનપતિની સંપત્તિમાં રૂપિયા 13 લાખ કરોડનો વધારો નોંધવામાં આવ્યો છે.

NGO ઓક્સફેમનાં અહેવાલમાં કહ્યા અનુસાર સિક્કાની બીજી બાજુ એ રહી કે, કોવિડ-19 મહામારીને લીધે ગત વર્ષે 12.2 કરોડ કરતા વધારે લોકોની નોકરી જતી રહી હતી. ‘ધ ઇનઇક્વાલિટી વાઇરસ’ નામે બહાર પાડવામાં આવેલ અહેવાલમાં કહ્યા અનુસાર ભારત જ નહીં, દુનિયાભરમાં અસમાનતા વધી ગઈ છે. દુનિયાનાં 1000 અબજોપતિની સ્થિતિ તો 9 માસમાં જ સુધરી ગઇ. પણ ગરીબોને કોવિડ-19ની અગાઉની પરિસ્થિતિમાં પાછા આવી જતા એક દાયકા જેટલો સમય નીકળી જશે.

ઓક્સફેમ દ્વારા દાવોસ સંમેલન અગાઉ આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. આ સમયગાળામાં ભારતનાં સૌથી વધુ ધનવાન મુકેશ અંબાણી, કુમાર મંગલ બિરલા, ગૌતમ અદાણી સહિતનાં 100 ઉદ્યોગપતિઓની સંપત્તિમાં માર્ચ 2020 બાદ 13 લાખ કરોડ રૂપિયા જેટલો વધારો થયો છે. આ રકમ ભારતનાં સંરક્ષણ બજેટનાં આશરે ચાર ગણા છે. ભારતનાં 14 કરોડ ગરીબોમાં આ રકમ વહેંચવામાં આવે તો પ્રત્યેકને ભાગે 94,045 જેટલા રૂપિયા આવે.

અહેવાલમાં કહ્યા અનુસાર કોવિડ-19 મહામારીમાં દેશનાં 11 ટોચનાં ધનપતિની સંપત્તિમાં જેટલી વૃદ્ધિ થઇ છે તેટલા નાણામાં 10 વર્ષ સુધી મનરેગા યોજના ખર્ચ અથવા 10 વર્ષ સુધી આરોગ્ય મંત્રાલયનો ખર્ચ ચલાવી શકાય છે.કોરોના મહામારીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી દ્વારા જેટલા નાણા એક જ કલાકમાં કમાણી કરી છે એટલા નાણા કમાતા એક બિનકુશળ કામદારને 10 હજાર વર્ષ સુધીનો સમય લાગી શકે. 6 માસમાં એમની સંપત્તિમાં 3 લાખ કરોડ જેટલાનો વધારો થયો.

એમની સંપત્તિમાં પ્રતિ માસ 5૦,૦૦૦ કરોડ રૂપિયા, પ્રતિદિન 1667 કરોડ રૂપિયા તેમજ પ્રતિ કલાકે 69 કરોડ જેટલા રૂપિયાને હિસાબે વધે છે. બીજી બાજુ બિનસંગઠિત ક્ષેત્રનાં શ્રમિકની લઘુતમ મજૂરી 178 જેટલા રૂપિયા છે. મુકેશ અંબાણીની માત્ર એક સેકન્ડની આવકને બરોબર કમાણીથી બિનકુશળ શ્રમિકને 3 વર્ષ લાગે છે. અહેવાલ મુજબ કોરોના લોકડાઉન પછી ગૌતમ અદાણી, શિવ નાદર, સાયરસ પુનાવાલા, ઉદય કોટક, અઝિમ પ્રેમજી, સુનિલ મિત્તલ, રાધાક્રિષ્નન દામાણી, કુમાલ મંગલમ્ બિરલા તેમજ લક્ષ્મિ મિત્તલ જેવાં ધનિકોની કોલસા, ઓઈલ, ટેલિકોમ, મેડિસિન, ફાર્મા, એજ્યુકેશન તેમજ રિટેલ જેવાં ધંધામાં કમાણી વધી ગઈ હતી.

ધનિકો એટલે કે જેની સંપત્તિમાં સૌથી વડું વધારો થયો એમાં એલન મસ્ક તેમજ જેફ બેઝોસ સામેલ હતા. મસ્કની સંપત્તિમાં 128.9 અબજ જેટલા ડોલરનો વધારો થયો જ્યારે બેઝોસને 78.2 અબજ જેટલા ડોલરની સંપતિમાં વધારો થયો. બીજી બાજુ દુનિયામાં ગરીબોની સંખ્યામાં 50 જેટલા કરોડ લોકોનો વધારો થયો છે. જે દેશ માટે સારું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *