દીકરીના કરિયાવરની છોડો ચિંતા: અહિયાં માત્ર 61 હજારમાં મળશે ચૂલો, સોફા ફ્રીજ સહિતનો સામાન

મોરબી(gujarat): દરેક પિતાને પોતાની લાડકવાઈ દીકરીના લગ્ન ધામધુમથી કરાવવાનો શોખ હોય છે, ત્યારે આજના જમાનામાં દીકરીને કરિયાવરમાં ઘણી બધી વસ્તુઓ આપવાની પણ હોડ હોય. જેના માટે એક પિતા રાત-દિવસ એક કરીને સખ્ત મહેનત કરતા હોય છે. આ માટે પિતા વર્ષોથી બચત પણ કરે છે અને ક્યાંય કચાશ ન રહે તેની ચિંતા સતત એક દીકરીના બાપને રહેતી હોય છે. ત્યારે આવા પિતાની ચિંતા દૂર કરવા માટે મોરબી જિલ્લામાં કરિયાવર.com શરુ કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લામાં ટંકારાના રહેવાસી રણજીતભાઈ ડાંગર કરિયાવર.com શરુ કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી માત્ર 61 હજાર રૂપિયામાં દીકરીના કરિયાવર માટે 133 વસ્તુઓ આપવામાં આવી રહી છે. રણજીતભાઈના આ ઉમદા કારની ચારેબાજુ વાહ વાહી થઇ રહી છે. એક માધ્યમ વર્ગમાં દીકરીના લગ્ન પ્રસંગે કેટલો ખર્ચો થતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને રણજીતભાઈ દ્વારા આ અનોખી પહેલ શરુ કરવામાં આવી છે.

દીકરીના લગ્ન દરમ્યાન કરિયાવર.com દ્વારા 133 કેટલી વસ્તુઓ આપવામાં આવે છે. જેમાં પલંગ, કબાટ થ્રી ડોર, સોફાસેટ, ફ્રીઝ, બ્રાન્ડેડ ગાદલું, ખુરશી, બાજોટ, પાટલો, ઓશિકા, તકિયા, બેડશીટ સેટ, બાથરૂમ સેટ, ટી સેટ, ટ્રોલી બેગ, ફ્રીઝ સ્ટેન્ડ, સ્ટીલની તપેલી, કમ્બલ, મિક્ષચર, પંખો, ઈસ્ત્રી, ગેસ ચૂલો, કુકર, સ્ટીલ ડિનર સેટ, કિચન ફાયબર, સ્ટીલના ડબ્બા, પાણીનું બેડુ, દીવાલ ઘડિયાળ, ખમણી, મુખવાસદાની અને આઈસ્ક્રીમ સેટ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

અત્રે ઉલેખનીય છે કે, 61 હજારની જેમ 75 હજાર રૂપિયામાં પણ પણ એક સેટ ત્યાર કરવામાં આવ્યો છે. જેમાં કરિયાવર.com દ્વારા અલગ-અલગ વસ્તુઓ આપવામાં આવે છે. રણજીતભાઈઈ કરિયાવરની આ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવાર તથા સમૂહ લગ્નના આયોજકો માટે નજીવી કિમતે મળી રહે તે માટે કરિયાવર.com શરુ કરવામાં આવ્યું આવી છે. જે કોઈ લોકો આ વસ્તુ જોવા આવે તેઓ એ ફોન કરીને અગાઉથી જાણ કરવાની રહેશે. આ ઉપરાંત દીકરીનો પાસપોર્ટ ફોટો તથા એડ્રેસ પ્રુફની નકલ સાથે રાખવાની રહેશે.

સ્થળ: કરિયાવર.com, લતીપર ચોકડી, મોરબી-રાજકોટ હાઇવે, ગામ- ટંકારા જી.- મોરબી
નામ: રણજીતભાઈ ડાંગર.
મો.નં. 77779 19312

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *