9 જુનને મંગળવારે વહેલી સવારે ભૂકંપનું એપી સેન્ટર મહેસાણા તાલુકામાં નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બલોલ ગામ નજીકનું ખેતર એપી સેન્ટર રહ્યું હતું. મહેસાણા શહેરથી માત્ર 16 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાથી ધરા ધ્રુજી હતી. જમીનની સપાટીથી 1.8 કિલોમીટર અંદર કેન્દ્ર બિંદુ ધરાવતો આ ભૂકંપ જમીનમાં રહેલા ફ્રેક્ચર ઝોનના કારણે આવ્યો હોવાનું નિષ્ણાંતે જણાવ્યું હતું.
મંગળવારે વહેલી સવારે 3 કલાકને 6 મિનિટે 1.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ગુજરાત રાજ્યના સિસ્મોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે 3 કલાકને 6 મિનિટે આવેલા આ ભૂકંપનું એપી સેન્ટર મહેસાણા શહેરથી 16 કિલોમીટર દૂર બલોલ ગામના એક ખેતરમાં જમીન સ્તરથી નીચે 1.8 કિમી ભૂગર્ભમાં હોવાનું નોંધાયું હતું. મહત્વનું છે કે, છેલ્લા 5 દિવસમાં 3 વાર હળવા આંચકા આવ્યા બાદ હવે લોકોના જીવ પડીકે બંધાયા છે. એક તરફ કોરોના કહેર મચાવી રહ્યો છે તેવામાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહેસાણા જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા છે. આ ત્રણેય આંચકા 1.4 ની તીવ્રતાના રહ્યા છે. જેમાં ગત તા. 5 જૂને સવારે 1 કલાકને 6 મિનિટે ધરોઇથી 14 કિલોમીટર દૂર 1.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જમીન સ્તરથી 3 કિલોમીટર અંદર એપી સેન્ટર રહ્યું હતું. ગત તા.6 જૂને સવારે 10 કલાકને 13 મિનિટે ધરોઇથી 20 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જમીન સ્તરથી 14.4 કિલોમીટર અંદર એપી સેન્ટર રહ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મહેસાણા શહેરથી 16 કિલોમીટર દૂર 1.4 ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. જો કે, મહેસાણા તાલુકામાં ભૂકંપનું એપી સેન્ટર પ્રથમ વખત નોંધાયું છે. નિષ્ણાંતના મત્તે, જમીનની અંદર આવેલા ફ્રેક્ચર ઝોનના કારણે થયેલી હીલચાલથી ભૂકંપ અનુભવાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news