આવું દર્દનાક મોત ભગવાન કોઈને પણ ના આપે… 14 વર્ષીય દીકરીનું 18માં માળેથી નીચે પડતાં ફાટી ગયું માથું- જુઓ ધ્રુજાવી દેતી મોતનો LIVE વિડીયો

જોધપુર(Jodhpur): હાલ એક હચમચાવી દેતા CCTV સામે આવ્યા છે. જેમાં એક 14 વર્ષીય દીકરી 18માં માળેથી નીચે પછડાઈ હતી. નીચે પડતાની સાથે જ તેનું ઘટના…

જોધપુર(Jodhpur): હાલ એક હચમચાવી દેતા CCTV સામે આવ્યા છે. જેમાં એક 14 વર્ષીય દીકરી 18માં માળેથી નીચે પછડાઈ હતી. નીચે પડતાની સાથે જ તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં દીકરી ખૂબ જ ઊંચાઈ પરથી નીચે પડતા દીકરીનું માથું ફાટી ગયું હતું અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, 14 વર્ષીય ભાવિકા જોધપુરમાં આવેલા દેવનગર વિસ્તારમાં રહેતી હતી. તેમજ તે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન ગુરુવારના રોજ લગભગ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ રોજની જેમ આજે પણ શાળાએથી ઘરે આવી હતી. આ પછી તે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ 18માં માળે ફરતી જોવા મળી હતી. ત્યારે જ ભાવિકા અચાનક 18માં માળેથી નીચે પડી ગઈ હતી. તે જયારે નીચે પડી ત્યારે જોરદાર અવાજ આવ્યો હતો.

ધડાકાભેર અવાજ સાંભળતાની સાથે જ આજુ બાજુના લોકો તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે લોકો ઘટના સ્થળે પહોચ્યા અને જોયું તો ભાવિકા જમીન પર બેભાન અવસ્થામાં પડેલી હતી અને તેના માથાના ભાગે ખુબજ ગંભીર ઈજા પહોંચી હતી. આ પછી ઘટનાની જાણ તરતજ લોકોએ ભાવિકાના માતા પિતાને કરી હતી. જયારે માતા પિતા ઘટના સ્થળે આવ્યા અને પોતાની દીકરીની આવી હાલત જોઈ ત્યારે માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

આ સમગ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સાથે જ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જોકે હજુ સામે નથી આવ્યું કે દીકરીએ કોઈ કારનોસર આપઘાત કર્યો છે કે 18 માં માળેથી નીચે પડી ગઈ હતી. ભાવિકા વિશે વિગતવાર વાત કરીએ તો, તે પોતાના પરિવાર સાથે બીજા માળે રહે છે. તેમજ આ અંગે પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ભાવિકાએ અઢારમાં માળીથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હશે.

સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે, ભાવિકા હંમેશા સાંજના સમયે અગાસી પર ફરતી હતી. ભાવિકા જિમ્નેસ્ટિક્સની ખેલાડી હતી. તેથી એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, જિમ્નેસ્ટિક્સની પ્રેક્ટિસ કરતી વખતે સંતુલન બગડ્યું હશે અને ભાવિકા સાથે આ ઘટના બની હશે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *