સુરતમાં શ્રવણ તીર્થના નામે વૃદ્ધો સાથે ભાજપના નેતાએ આચરી લાખોની ઠગાઈ, રૂપિયા ભેગા કરી છૂમંતર

Surat, Gujarat: સુરતમાં ભાજપના કારોબારી સભ્ય જયશ્રી લુણગારીયા અને પુત્ર અજય વિરુદ્ધ છેતરપીંડી ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ ભાજપના કારોબારી મહિલા સભ્ય અને પુત્રએ શ્રવણ તીર્થ યોજનાના નામે વૃદ્ધોને હરિદ્વાર, આગ્રા અને દિલ્હી માત્ર 2000 રૂપિયામાં લઈ જવામાં આવશે તેવું કેહવામાં આવ્યું હતું.

ત્યારે 80 વૃદ્ધો સાથે રૂપીયા 2 લાખ 52 હજારની છેતરપીંડી કરી હતી. ફરીયાદને લઈ અઠવા પોલીસે માતા અને પુત્ર સામે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની  તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરત ભાજપ કારોબારી સભ્ય અને તેમના પુત્ર બંને માતા પુત્રએ સાથે મળીને ઘરડાઓ સાથે છેતરપીંડી કરી છે.

વૃધ્ધોની મરણમૂડીએ ગંગા નહાવાનો લ્હાવો લેવાના ઓરતાઓ પર પાણી ફેરવી દીધું છે. લોકોને હરિદ્વારની યાત્રા માત્ર 2 હજાર રૂપિયામાં કરાવવાના બહાને 80થી વધુ વૃદ્ધોના રૂપિયા બુચ મારી લીધા હતા. જેને પગલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *