ગુજરાત(Gujarat): સુરતીઓ તો શું સમગ્ર ગુજરાત ગ્રીષ્મા વેકરીયાની દર્દનાક ઘટના આજે પણ ભૂલી શક્યા નથી. આજે પણ નજર સામે કેવી રીતે જાહેરમાં ગ્રીષ્માનું ગળુ કપાયું હતું તેની યાદ હચમચાવી જાય છે. ત્યારે સુરત(Surat)ના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ(Grishma Vekariya Murder Case) જેવી ઘટના થતા થતા રહી ગઈ છે. જો વાત કરવામાં આવે તો 14 વર્ષની કિશોરી પર એક ટપોરી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, યુવકે તેને સંબંધ બાંધવા દબાણ કરીને કિશોરીનું ગ્રીષ્માની જેમ ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું કિશોરીએ મોઢું ફેરવી લેતા તેનો ગાલ ચિરાય ગયો હતો. લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં કિશોરીને ગાલ પર 17 ટાંકા આવ્યાં છે. હાલમાં તો 14 વર્ષની કિશોરી પર જીવલેણ હુમલો કરીને યુવક મહારાષ્ટ્ર ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કરી દીધા છે.
પીડિત કિશોરીએ પોલીસને જણાવતા કહ્યું છે કે, પાંડેસરાની ગૌરી નગર સોસાયટીમાં રહેતી કિશોરી ધોરણ-8માં અભ્યાસ કરી રહી છે. બુધવારના રોજ તે તેના રૂમમાંથી બહાર નીકળીને બાથરૂમમાં ગઈ હતી, તે જ સમયે કાલુ નામના યુવક દ્વારા તેની નજીક આવીને તારૂ કોની સાથે લફડુ શરુ છે તેમ કહી તેણે યુવતીના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જોકે કિશોરીએ પોતાની જાન બચાવવા માટે તેની ગરદન હટાવી લેતા ચપ્પુ તેના ચહેરા પર ગાલ પર વાગ્યું હતુ અને તેનો ગાલ ચીરાઈ ગયો હતો. તેને ગાલના ભાગે 17 જેટલા ટાંકા લેવા પડ્યા છે.
કિશોરીએ જણાવતા કહ્યું છે કે, કાલુ નામનો યુવક ઘણા દિવસોથી તેનો પીછો કરતો હતો. તે તેના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારા પાડોશમાં એક મહિલા રહે છે, જેના ઘરે તે આવતો જતો હતો. યુવકે કેટલીય વાર કિશોરી સાથે વાતચીત કરવાની કોશિશ કરી હટી, પરંતુ કિશોરી દ્વારા તેની સાથે કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવી ન હતી. તેમ છતા યુવક તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. તેથી ગુસ્સે ભરાયેલા કાલુએ તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.