હાલમાં રફ ડાયમંડ જોબ સાથે સંકળાયેલી કાપોદ્રા હીરાબાગ ડી.બી.સી હાઉસમાં આવેલા દીયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પેઢીમાં ઇન્કમટેક્ષની રેડ પડી હતી. આ દરમિયાન 30,940ની દારૂની 15 બોટલ મળી આવી હતી.
ઇન્કમટેક્ષ અધિકારીએ જાણ કરતા કાપોદ્રા પોલીસે તપાસ શરુ કરી હતી અને ત્યાંથી દારૂની બોટલના ખાલી ખોખા પણ મળી આવ્યા હતા. પોલીસને એક બુક પણ મળી હતી. જેમાં દારૂનો હિસાબ લખેલો હતો.
સુરત ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગે રફ ડાયમંડ જોબ સાથે સંકળાયેલી કાપોદ્રા હીરાબાગ ડી.બી.સી હાઉસમાં રહેલા દીયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પેઢીમાં રેડ પાડી હતી.
આ દરમિયાન મોડીરાત્રે બિલ્ડીંગના છઠ્ઠા માળે ટેરેસ ઉપર મુકેલા સામાનની તપાસમાં સર્વરરૂમને અડીને આવેલા ગાર્ડ રૂમની બહાર મુકેલી અલમારીની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. જેથી ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી.
કાપોદ્રા પોલીસે તપાસ કરતા ત્યાંથી 30,940ની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 15 બોટલ મળી આવી હતી. પોલીસને ત્યાંથી 8 જેટલા દારૂની બોટલના ખાલી ખોખા પણ મળ્યા હતા.
પોલીસને અલમારીમાંથી એક બુક પણ મળી હતી. જેમાં બોટલના નામ, નંગ, તારીખ અને દરેક વ્યક્તિના ગુજરાતીમાં નામ પણ લખ્યા છે. કાપોદ્રા પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ કબ્જે કરી દીયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પેઢીના સંચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle