અમદાવાદ (ગુજરાત): અમદાવાદ શહેરના દરિયાપુરમાં રહેતી 40 વર્ષીય મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધીને લગ્નનો વાયદો કરી તેનો પ્રેમી તેના પર 15 વર્ષથી અલગ અલગ હોટલમાં લઈ જઈને તેના પર અનેકવાર દુષ્કર્મ ગુજારતો હતો, બાદમાં લગ્ન નહીં કરતા વિશ્વાસઘાત કરીને છટક્યો હતો. સતત 15 વર્ષથી લગ્નનો વાયદો કરીને મહિલાનું શારીરિક શોષણ કરતા પ્રેમી સામે મહિલાએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
દરિયાપુરમાં રહેતી સુરેખાનો 15 વર્ષ પહેલાં મનીષ સાથે સંપર્ક થતાં બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ઉભું થયું હતું. બીજી બાજુ 2007 ની સાલમાં મનીષે તેના સમાજની ઉન્નતિ સાથે લગ્ન કર્યા હતા. જેથી સુરેખાએ મનીષ સાથે પ્રેમસંબંધ તોડી નાખવાનું કહ્યું હતું.
જોકે, એ સમયે સુરેખાના આ વાક્યથી મનીષે હું પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જેથી સુરેખા તેની વાતોમાં આવી ગઈ હતી અને તેનો લાભ ઉઠાવીને મનીષ સુરેખાને શહેરની અલગ અલગ હોટલોમાં લઈ જઇને તેનું શારીરિક શોષણ કરતો હતો. ઘણા દિવસો પસાર થતા સુરેખા મનીષને લગ્નની વાત કરે તે પેહેલા વાત ફેરવી તે તેને ભોળવી લેતો અને ખોટો ભરોસો અપાવતો હતો.
છતાં પણ સુરેખાએ એક દિવસ મનીષને લગ્નની વાત કરી ત્યારે મનીષે પાકું તેણી પત્ની ઉન્નતીને છૂટાછેડા આપી દેશે એમ કહી વિશ્વાસ અપાવ્યો હતો. જોકે ઘણા દિવસો વીતી ગયા તેમ છતાં પણ મનીષે લગ્ન ન કરતાં અને તેણી પત્નીને છૂટાછેડા ના આપતા કંટાળેલી સુરેખાએ પ્રેમનો દાવો કરીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ આચરતા માનીશ સામે અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરીં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.