હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકડાઉનને લીધે સમગ્ર દેશમાં તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યાં છે. જેનાં લીધે કેટલાંય લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. જેનાંથી ઘણી કંપનીઓએ પોતાનાં કર્મચારીઓને કામ પરથી કાઢી મૂક્યાં હતાં. હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
કોરોના કાળ એ તમામની માટે મુશ્કેલીભર્યો સમય છે. પણ, ટેલિકોમ સેક્ટરની પ્રખ્યાત કંપની વોડાફોન અને આઇડિયા માટે કોરોનાનો પ્રકોપ તેમજ વર્તમાન સમય પણ વધારે ખરાબ હોય એવું લાગી રહ્યું છે. કારણ, કે ટેલિકોમ ઇક્વિપમેન્ટ નિર્માતા કંપની નોકિયા, એરિક્શન, હુવેઈ તથા જેડટીઈ સહિતની ઘણી કંપનીઓએ વોડાફોન તથા આઇડિયામાંથી 4G સાધનોનાં ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે.
એવી જાણકારી મીડિયા સૂત્રોથી મળી રહી છે. રિપોર્ટ પ્રમાણે ટેલિકોમ સાધન બનાવતી આ કંપનીઓને એવું લાગી રહ્યું છે, કે આર્થિક સંકટનો સામનો કરી રહેલ વોડાફોન તથા આઈડિયા કંપનીથી પૈસાની વસૂલાતમાં પણ ઘણી મુશ્કેલી થઈ શકે છે.
આને કારણે હવે વોડાફોન તથા આઇડિયાનો એક્સપેશન પ્લાન પણ તેનાંથી પ્રભાવિત થઈ રહ્યો છે. બીજી બાજુ સર્વિસમાં પણ ઘટાડો થઈ જતાં વોડાફોન તેમજ આઇડિયાનાં ગ્રાહકોની સંખ્યા પણ સતત ઘટવાં તરફ જઈ રહી છે. જાણકારી પ્રમાણે આર્થિક સંકટનો સામનો કરી રહેલ કંપનીએ કુલ 22 સર્કિલના કામકાજને કુલ 10 સર્કિલ સુધીનું સીમિત કર્યું છે.
જેથી એવા પણ અનુમાન લગાવવામાં આવ્યાં છે, કે વોડાફોન તથા આઇડિયાથી કુલ 1,500 જેટલાં કર્મચારીઓની હકાલપટ્ટી થઈ શકે છે. આ મુદ્દાની સાથે સંકળાયેલ અધિકારીએ જણાવતાં કહ્યું, કે અંતિમ કુલ 6 મહિનાથી વોડાફોન તથા આઇડિયા તેનાં કારોબારને રિસ્ટ્રક્ચર કરવાનાં પ્રયત્નો કરી રહી છે.
ત્યારે ટેલિકોમ ઇક્વિપમેન્ટ બનાવનાર કંપનીએ ઓર્ડર લેતાં અગાઉ જ પેમેન્ટની સિક્યોરિટી તરીકે અમુક રકમ લેવાનો પણ નિર્ણય કર્યો છે. ઘણી કંપનીએ તો સિક્યોરિટી વિના જ ઓર્ડર લેવાનું બંધ પણ કર્યું છે. જાણકારી અનુસાર માર્ચ સુધીમાં વોડાફોન તથા આઇડિયાનું કુલ દેવું 1,12,520 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આની ઉપરાંત કંપનીને ‘એડજેસ્ટેડ ગ્રોસ રિવેન્યૂ’ એટલે કે AGR તરીકે પણ સરકારને મૂડીની ચુકવણી કરવાની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP