સુરત(surat): સલામત ગણાતા સુરત (Surat)માં હવે દિવસેને દિવસે હત્યા(Murder), દુષ્કર્મ(Mischief), મારામારી, લુટ-ફાટ, છેતરપીંડી(Fraud) વગેરેના કિસ્સાઓ ખુબ જ વધતા જાય છે. તેમાં પણ ખાસ કરીને દુષ્કર્મ. હવે છોકરીઓ કોઈપણ જગ્યાએ સુરક્ષિત નથી. ન જાણે કેટલાય દુષ્કર્મના કિસ્સાઓ દરરોજ સામે આવતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સુરતના પાંડેસરા(Pandesara) વિસ્તારમાંથી સામે આવ્યો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં 16 વર્ષીય યુવતી પર બે નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ યુવતી એક મહિના પહેલા જ કામની શોધમાં સુરત આવી હતી. તેથી આ યુવતીને જે યુવકે આશરો આપ્યો હતો તેણે જ આ શર્મશાર કામ કર્યું છે. આ ઘટનામાં તેની સાથે એક બીજો યુવક હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બંને નરાધમો યુવતીને પાંડેસરા મિલન પોઇન્ટ પાસે ઝાડી-ઝાખરામાં લઈ ગયા હતા. ત્યારબાદ યુવતીને ચપ્પુ બતાવી ધમકી આપવામાં આવી હતી અને બંનેએ દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના અંગે યુવતીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી ફરિયાદના આધારે અવિનાશ રાજન સિંહ અને આદર્શ મિશ્રા આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આદર્શ મિશ્રાએ ચપ્પુ બતાવી ધમકી આપી હતી અને અવિનાશ રાજન સિંહે આ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. તેથી આ બંને આરોપી સામે છેડતી તેમજ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.