મિત્રો તમે જાણતા જ હશો કે ગર્ભવતી મહિલા 9 મહિનામાં પોતાના બાળકને જન્મ આપી દે છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે એક મહિલા એવી પણ છે જેમેણે પોતાની 17 મહિનાની ગર્ભાવસ્થા હોવાનો ખુલાસો કર્યો છે. ચીનની રહેનારી ‘વાંગ’ નામની આ મહિલા આગળના 17 મહિનાથી ગર્ભવતી હતી. ગર્ભવતી થયાના પહેલા મહિનાથી જ તે ડોકટરો પાસેથી તપાસ કરાવી રહી હતી. ડોકટરોએ વાંગને 9 મહિનાના અંતમાં બાળકના જન્મ થવાની તારીખ આપી હતી. પણ સમય નીકળી ગયા પછી તે એ વાતથી ચિંતિત થઇ ગઈ કે આખરે બાળકનો જન્મ શા માટે થઇ રહ્યો નથી.
વાંગ ડોકટરોની પાસે 30 વાર ચક્કર લગાવી ચુકી હતી. એવામાં પછી ડોકટરોએ તેને જણાવ્યું કે તેઓ તેનું સિઝેરિયન કરાવીને બાળકને બહાર નહીં લાવી શકે, કેમ કે ગર્ભમાં રહેલું ભ્રુણ હજી સુધી પરિપક્વ થયું નથી. 17 મહિના પછી પણ ગર્ભમાં બાળકનું નિર્માણ થવાનું યથાવત જ હતું. એવામાં આ મહિલાને ત્યાં સુધી વાટ જોવાની રહેશે જ્યાં સુધી બાળકનું શરીર પુરી રીતે સ્વસ્થ ન થઇ જાય.
ચીનના ડોકટરોએ 18 માં મહિને આ બાળકની ડિલિવરી થવાની વાત કહી છે. એવામાં રિપોર્ટ અનુસારએ પણ કહેવામાં આવ્યું હતું કે, લાંબા સમયથી વાંગના ગર્ભવતી હોવાથી ચીન ને એક અન્ય ગિનીઝ વિશ્વ રેકોર્ડ મળી શકે તમે છે. આવી વાતો કયારેય આપણે સાંભળી જરૂરથી ચોંકી જઈએ છીએ…કે આવું પણ દુનિયામાં બની શકે ખરા !