અમદાવાદ(ગુજરાત): હાલમાં હત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળ્યો છે. લોકો નજીવી બાબતને લઈને હત્યા સુધી પહોચી જતા હોય છે. આ દરમિયાન, ફરીવાર એક હત્યાનો ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 18 જુલાઈના રોજ એક લાશ મળી આવી હતી. આ લાશની તપાસ કરતા કોઈએ હત્યા કરી હોય તેવી શંકા હતી. જેથી પોલીસ દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ લાશ કોની છે તે પહેલા ખ્યાલ ન હતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી અને મરનાર વ્યક્તિ જીગ્નેશ આદિવાસી છે અને જે મૂળ સુરતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, જીગ્નેશની હત્યા પાછળ શાબીર ખાન, રાજુ શિવમ ઉર્ફે શિવો અને રેખા નામની મહિલાનો હાથ છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કારંજ વિસ્તારમાંથી શાબીર ખાન, રેખા અને શિવમને પકડી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને જેમાં તપાસમાં તમામ હકીકત બહાર આવી હતી.
મળતી માહિતી મુજબ, રેખાએ જીગ્નેશ સાથે બીજા લગ્ન કર્યા હતા. શાબીર ખાન પોતાના ભાઈને મળવા સુરત જતો હતો ત્યાં રેખા સાથે પ્રેમ થઈ ગયો હતો. રેખા પોતાના પહેલા પતિના બાળકોને લઈ અમદાવાદ, ખેડા, સુરત એમ અલગ-અલગ જગ્યાએ રહેતી હતી. જાણવા મળ્યું છે કે, થોડા દિવસ પહેલા રેખા અને શાબીર સુરત ગયા હતા અને ત્યાંથી રાજુ અને શિવમને લઈ પરત અમદાવાદ આવી ગયા હતા. આ દરમિયાન, રેખા અમદાવાદમાં શાબીર સાથે રહેતી હતી. થોડા સમય પહેલા રેખા જીગ્નેશને લઈ સુરતથી અમદાવાદ આવી ગઈ હતી.
17 જુલાઈએ રેખા, શાબીર, રાજુ બધા ભેગા થયા અને નશો કરી જમવા ભેગા થયા ત્યારે રેખાએ શાબીરને કહ્યું કે તેનો પતિ કાંઈ કરતો નથી અને તેના રૂપિયા વાપરી નાખે છે જેથી તેને મારી નાખવાનો છે. જાણવા મળ્યું છે કે, શાબીર અને રાજુ રેખાને પ્રેમ કરતા હતા. જેથી બંને તૈયાર થઈ ગયા અને તેમણે મળીને જીગ્નેશની હત્યા નીપજાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.