ડીસામાં થાંભલા સાથે બાઇક અથડાતા બે પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળે જ કરુણ મોત

ડીસા(ગુજરાત): બુધવારે મોડીરાત્રે ડીસા તાલુકાના રસાણા બીસીએ કોલેજ સામે એક બાઇક વીજથાંભલા સાથે અથડાય હતી. જેને કારણે બાઇક પર સવાર બન્ને પિતરાઇ ભાઇનું ઘટના સ્થળે જ…

ડીસા(ગુજરાત): બુધવારે મોડીરાત્રે ડીસા તાલુકાના રસાણા બીસીએ કોલેજ સામે એક બાઇક વીજથાંભલા સાથે અથડાય હતી. જેને કારણે બાઇક પર સવાર બન્ને પિતરાઇ ભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બુધવારે રાત્રે 8 વાગ્યે ડીસા તાલુકાના ખરડોસણ ગામના પાંચાજી મોબતાજી ઠાકોરનો દિકરો પ્રકાશજી પાંચાજી ઠાકોર અને તેમનો ભત્રીજો સુખાજી વિહાજી ઠાકોર બાઇક પર નિકળ્યા હતાં.

તે સમયે રસાણા ગામથી હાઇવે તરફ આવતા બાઇક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં બાઇક રસાણા બીસીએ કોલેજ પાસેના વિજ થાંભલા સાથે ગંભીર રીતે અથડાય હતી. જેને કારણે બાઇક સવાર પ્રકાશજી ઠાકોર અને સુખાજી ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં બંને પિતરાઇ ભાઇના ઘટના સ્થળ પર જ મોત થયા હતાં.

પરીવાર સહિત સ્થાનિક લોકોને અકસ્માતની જાણ થતાં જ ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. ડીસા તાલુકા પોલીસને આ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોચીને બંને મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવ્યા હતા. ડીસા તાલુકા પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ બી.જે.ચાવડાએ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *