બોટાદ(ગુજરાત): પેટ્રોલિંગ દરમ્યાન બોટાદ એલસીબીની ટીમને મળેલી માહિતીના આધારે 2 વાહન ચોરોને પકડીને તેનાં જપ્તમાં રહેલ 24 બાઈક મળીને કુલ 5,35,000 રૂપિયાનો માલ કબજે કરી 9 ચોરીનો કેસ ઉકેલ્યા છે.
શહેર-જિલ્લા કાયદો વ્યવસ્થા બરકરાર રાખવાની સાથે બોટાદ એલસીબીની ટીમ દારૂ, જુગાર ચોરી લૂંટ જેવાં અપરાધોને અંકુશમાં રાખવા સતત પ્રયત્ન કરી હોય છે. જે કારણે હાલમાં એલસીબીની ટીમ શહેરની ભાગોળે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીદાર પાસેથી પોલીસ જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, ગઢડા તરફથી નંબર પ્લેટ વિનાનું શંકાસ્પદ બાઈક સાથે એક વ્યક્તિ બોટાદ શહેરમાં આવી રહ્યો છે. તે માહિતી આધારે, ટીમે તાજપર ચોકડી પાસે વોચ ગોઠવી તપાસ કરી રહ્યા હતાં.
બાતમીદારના જણાવ્યા મુજબ, એક વ્યક્તિ બાઈક સાથે પસાર થતાં ટીમે તેને અટકાવી નામ-સરનામું તથા બાઈકના દસ્તાવેજ-કાગળો તપાસ માટે માંગ્યાં હતાં. ત્યારે તેને પોતાનું નામ મહેશ ભૂપત બાવળીયા જણાવ્યું હતું. તથા તેની પાસે રહેલ બાઈક અંગે યોગ્ય દસ્તાવેજ કે સંતોષકારક જવાબ ન આપી શકતા આ વ્યક્તિને પોલીસ સ્ટેશને લાવી તેની પુછપરછ કરતાં તેની પાસે રહેલ બાઈક ચોરીની હોવાની કબુલાત કરી હતી.
આ અંગે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા એક પછી એક વાહનની ચોરીની કબૂલાત આપી હતી. અને તેને આ કામમાં મુકેશ વના ધોરીયા મદદ કરી હોવાનું સામે આવતા એલસીબીએ તેને પણ પકડીને પુછપરછ શરુ કરતા આ શખ્સના કબ્જા તળેથી પણ ચોરાવ બાઈકો મળી આવી હતી. આમ આ બંને વ્યક્તિએ બોટાદ, બરવાળા, પાળીયાદ, ધોળા તથા સુરેન્દ્રનગરમાંથી બાઈકો ચોરી કરી હોવાની કબુલાત કરતા એલસીબીની ટીમે કુલ 24 બાઈકો 5,35,000 રૂપિયાનો માલ જપ્ત કરી 9 જેટલી ચોરીના કેસો ઉકેલવામાં સફળ રહી હતી. આ અંગે પોલીસે વધુ ચોરીના કેસ ઉકેલવા તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.