આત્મનિર્ભર લોન લેવાની દોડધામ કરતા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન અચૂક વાંચો

આત્મનિર્ભર યોજના હેઠળ આપવામાં આવતી લોનના ફોર્મ ગઈ કાલથી મળવા લાગ્યા છે. ફોર્મ લેવા માટે લોકો બેંકોની બહાર સામાજિક અંતરને નેવે મૂકીને પડાપડી કરી રહ્યા છે. આકરી ગરમીમાં પણ 1 લાખ રૂપિયાની લોનનાં ફોર્મ લેવા માટે લોકો તડકામાં કલાકો સુધી ઉભા રહે છે. તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આત્મનિર્ભર ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનાનો લાભ બધાને નહીં મળે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, આત્મનિર્ભર યોજનામાં બધાને લોન નહીં મળે. લોન માટે બેંકને બે જામીન આપવા પડશે. બેંકને પણ પોતાના પૈસાની ચિંતા હોય છે. તારણ કોઈએ નથી આપવાનું એવી જાહેરાત છે. સાથે જ નીતિન પટેલે રાજ્ય સરકાર આર્થિક સંકડામણમાં હોવાની પણ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે લોકડાઉનમાં છૂટછાટ એ કેલ્ક્યુલેટિવ રિસ્ક છે. આ ઉપરાંત ધમણ વેન્ટિલેટર વિવાદને લઈને નીતિન પટેલે કહ્યું હતું કે, ધમણ 1 વેન્ટીલેટર એ પ્રાથમિક તબક્કાનું વેન્ટીલેટર છે, એ અમે પહેલાં જ જણાવ્યું હતું.

લોકડાઉનના સમયમાં નાનાં દુકાનદારો અને ધંધાર્થીઓને ફરીથી બેઠાં કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં જરૂરિયાતમંદોને 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વ્યાજે આપવામાં આવશે. અને 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. તેવામાં આ લોન લેવા માટે લોકોએ બેંકો બહાર પડાપડી કરી મુકી હતી. પણ આ વચ્ચે જ નીતિન પટેલે જે નિવેદન આપ્યું છે તેનાથી લોન લેવા માટે ઈચ્છુક લોકોને ધ્રાસ્કો લાગી શકે છે.

સાથે જ નીતિન પટેલે જણાવ્યું છે કે કોરોનાને કારણે ગુજરાતમાં આર્થિક કટોકટીનો ભય છે. રાજ્યસરકારને કોરોનાથી 10,000 કરોડનું નુકશાન થયું છે. ગુજરાતનું બજેટ સરભર કરવા કેન્દ્ર પાસે પેકેજ માંગવા અને હાલ બીજા વિભાગના બજેટમાં કાપ મૂકી કોરોનાને ડામવા માટે ઉપયોગ કરવાની મથામણ નાણાં વિભાગે શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *