ગુજરાતમાં દુરુબંધી હોવા છતાં અવાર-નવાર દારૂ મળી આવે છે. મોટાભાગે રાજકીય નેતાઓ આ ઘટનાઓમાં પકડાતા હોય છે. ત્યારે આજે આફરી એક વખત જૂનાગઢ મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના સીનિયર અગ્રણી કરશનભાઇ ધડુકની રેસ્ટોરન્ટમાંથી આજે એસઓજીએ જુગાર રમતા 20 શખ્સોને ઝડપી લીધા છે. આરોપીઓમાં 2 મહિલાઓ પણ સામેલ છે. પોલીસે સ્થળ પરથી 14 લાખથી વધુની રોકડ પણ કબ્જે લીધી છે.
આ સમગ્ર ઘટના વિષે પોલીસને માહિતી મળી હતી. જૂનાગઢ મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ કરશનભાઇ ધડુકની માલિકીની ગાર્ડન રેસ્ટોરન્ટ એસએલ પાર્ક સક્કરબાગની સામે આવેલી છે. હાલમાં કોરોનાના કારણે આ રેસ્ટોરન્ટ બંધ છે. પણ કોમર્શીયલ કોમ્પલેક્ષ અને હોલ તેમજ ઓફિસ કાર્યરત છે. અહીં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આજે બપોરના 12 વાગ્યાની આસપાસ એસઓજી પીએસઆઇ જયરાજ વાળા સ્ટાફ સાથે ત્રાટક્યા હતા.
પોલીસે સ્થળ પરથી પકડેલા 20 શખ્સો:
મનીષ કરશનભાઇ ધડુક (ઉ. 49)
વિરલ કરશનભાઇ ધડુક (ઉ. 40)
અજય મગનભાઇ લીંબાસિયા (ઉ. 39)
પ્રવિણભાઇ ધનજીભાઇ પીપળિયા (ઉ. 44)
હાજાભાઇ રાણાભાઇ મુળિયાસિયા (ઉ. 61)
જેન્તીભાઇ બચુભાઇ ડોબરિયા (ઉ. 60)
કિશન ધનસુખભાઇ કાપડી (ઉ. 20)
ગોવિંદ મેરામણભાઇ ચાવડા (ઉ. 38)
કરશનભાઇ નારણભાઇ કાબરિયા (ઉ. 43)
જલ્પેશ કિરીટભાઇ પંડ્યા (ઉ. 31)
ધર્મેન્દ્ર અરવિંદભાઇ રૂપારેલિયા (ઉ. 33)
મિલન જગદીશભાઇ રાયચુરા (ઉ. 22)
મહેશ ધીરૂભાઇ સેંજલિયા (ઉ. 44)
ગોવીંદભાઇ પોપટભાઇ દઢાણિયા (ઉ. 61)
કારાભાઇ દાનાભાઇ કરમટા (ઉ. 33)
સાજણભાઇ જોધાભાઇ આંબલિયા (ઉ. 40)
દેવાયતભાઇ કુંભાભાઇ આંબલિયા (ઉ. 42)
પ્રદિપ કિર્તીભાઇ ત્રિવેદી (ઉ. 28)
ગીતાબેન ચમનભાઇ વાંસજાળિયા (ઉ. 40)
હેતલબેન જીજ્ઞેશભાઇ વઘાસિયા (ઉ. 32)
પકડાયેલા લોકો જૂનાગઢ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર એમ જુદા જુદા જિલ્લાઓમાંથી જુગાર રમવા આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ. 14,20,335 ની રોકડ સહિત કુલ રૂ. 49,81,335 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અત્રે નોંધનિય છેકે, જૂનાગઢ શહેરના બી ડિવીઝન વિસ્તારમાં ચાલતા આવડા મોટા વગદાર જુગારના અખાડા પર એસઓજીએ રેડ કરવી પડી હતી. બનાવમાં ખુદ એસઓજી પીએસઆઇ વાળા ફરિયાદી બન્યા છે. બનાવ અંગે બી ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle