2000ની નોટ અંગે થયો ચોંકાવનારો ખુલાસો- હવે નોટ હાથમાં લેતા 100 વાર વિચારશો

વર્ષ 2018 માં જપ્ત કરાયેલી બનાવટી ચલણી નોટોમાં મૂલ્યની દ્રષ્ટિએ 61 ટકા હિસ્સો 2000 રૂપિયા ની નોટનો રહ્યો હતો. વર્ષ 2017 માં જપ્ત કરાયેલી બનાવટી નોટોમાં પણ રૂપિયા 2000 ની ચલણી નોટોનો હિસ્સો 53 ટકા રહ્યો હતો, એમ નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના આંકડા જણાવે છે. બ્યુરોના રિપોર્ટ પ્રમાણે,વર્ષ 2018 માં રૂપિયા 2000 ની 54,776 બનાવટી નોટો પકડાઈ હતી. જે નંગ મૂલ્ય 10.96 કરોડ જેટલું હતું. વર્ષ 2018 માં કુલ 2,57,243 બનાવટી નોટો પકડાઈ હતી, જેનું મૂલ્ય રૂપિયા 17.95 કરોડ રહ્યું હતું.

વર્ષ 2016 માં નોટબંધી બાદ સરકાર દ્વારા દાખલ કરાયેલી રૂપિયા 2000 ની ચલણી નોટની બનાવટી નોટ બનાવવાનું સરળ નહીં હોય તેમ સરકાર દ્વારા તે વેળાએ દાવો કરાયો હતો. સુરક્ષાના મજબૂત પગલાં લેવાયા હોવાનું જણાવી સરકારે આ દાવો કર્યો હતો. પરંતુ જપ્ત થયેલી રૂપિયા 2000ની બનાવટી નોટનો આંક પ્રમાણમાં ઘણો ઊંચો કહી શકાય એટલો છે.

2000 રૂપિયાની પકડાયેલી કુલ બનાવટી નોટમાંથી સૌથી વધુ એટલે કે 12,560 નોટ એકલા તામિલનાડૂમાંથી પકડાઈ હતી. ત્યાર બાદ 6,915 સાથે પશ્ચિમ બંગાળ અને 6,750 નોટસ સાથે કર્ણાટકનો ક્રમ રહ્યો હતો. માત્ર ગુજરાત માંથી 2,722 અને મહારાષ્ટ્રમાંથી 2,355 બનાવટી અને નકલી નોટો મળી આવી હતી. બ્યુરોના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલી નોટના આંકડા એટલા ઊંચા છે તો સર્ક્યુલેશનમાં રહેલી બનાવટી નોટનો આંક પણ ઘણો ઊંચો રહી શકે છે.

ઓછા ડીનોમિનેશન કરતા વધુ ડીનોમિનેશન વાળી બનાવટી નોટ રાખવાનું સરળ રહે છે કારણ કે, કાનૂની રીતે જોઈએ તો બનાવટી નોટમાં સજામાં ખાસ ફર્ક નથી હોતો. માટે બનાવટી નોટ છાપનારાઓ વધુ ડીનોમિનેશનની નોટસમાં જોખમ લેવાનું મુનાસિબ ગણે છે.

હાલ જે રીતે બનાવટી નોટ પકડાઈ રહી છે અને રોકડમાં વ્યવહારમાં જે રીતે વધારો થયો છે તેને જોતા નોટબંધીની કવાયતના હેતુ બર આવ્યા નથી એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. દેશમાંથી બ્લેક મની નાબુદ કરવા, બનાવટી નોટસ પકડી પાડવા તથા રોકડ આધારિત ભ્રષ્ટાચાર ખતમ કરવાના હેતુ સાથે રૂપિયા 500 તથા રૂપિયા 1000 ની ચલણી નોટસનું ડીમોનિટાઈઝેશન કરાયું હતું. નોટબંધી બાદ દેશની બેન્કોમાં રૂપિયા 500 તથા રૂપિયા 1000ની લગભગ મોટાભાગની નોટો જમા થઈ ગઈ હતી. જેને કારણે જંગી માત્રામાં બ્લેક મની પકડાશે તેવી સરકારની ધારણાં લગભગ વિફળ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *