સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે. તમને વધુમાં જણાવી દઇએ કે કોરોના વાયરસને કારણ ભારતમાં અત્યાર સુધીમાં 193 કેસ સામે આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 19 માર્ચનાં ગઇ કાલનાં રોજ સમગ્ર દેશને સંબોધન કરતા દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે, ‘રવિવારનાં 22 માર્ચનાં રોજ સમગ્ર જનતાએ કરફ્યુ લગાવવાનો રહેશે. ‘ મોદીએ લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી. દેશનાં તમામ રાજ્યોમાં કોરોના વાયરસને રોકવા માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જો કે, તમને આની વચ્ચે એક એવો નિર્ણય જણાવીશું કે જેને જાણતા તમને પણ ગર્વ થશે. સાઉથમાં એટલે કે દક્ષિણ ભારતમાં એક એવું પણ રાજ્ય છે કે જેનાં સોશિયલ મીડિયા વખાણ કરતા થાકતું નથી. કેરળનાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કોરોના વાયરસની સારવાર માટે થઈને 20 હજાર કરોડ રૂપિયાનાં ખાસ પેકેજની જાહેરાત કરી છે.
Special Package | #COVID19
₹20,000 Cr package to fight the pandemic.
📜 2000 Cr in loans thru Kudumbashree
👷🏽♂️ 2000 Cr for employment guarantee scheme
👨👩👧👦 ₹1320 Cr for ₹1000 assistance to families not eligible for pensions.
👵🏾 2 months welfare pensions in advance pic.twitter.com/4AC6XcZkvt
— Pinarayi Vijayan (@pinarayivijayan) March 19, 2020
જીવન જરૂરિયાત વસ્તુ માટે મહત્વની જોગવાઈ
તમને જણાવી દઈએ કે, ‘કેરલમાં મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત બાદ સબ્સિડી પર ભોજન મળશે તથા બે મહિના સુધી વેલફેર પેન્શન પણ એડવાન્સમાં આપવાની પણ જાહેરાત કરી છે. કેરલમાં હાલમાં 26 જેટલાં પોઝિટીવ કેસ સામે આવ્યાં છે. કેરલમાં સૌથી પહેલા ત્રણ કેસ સામે આવ્યાં બાદ તેઓને સારવાર મળતા જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.’
કેરલ સરકારનાં ખાસ પેકેજની મહત્વની વાતો
આ રાહત પેકેજમાં એમ્પ્લોય ગારંટી યોજના 2000 કરોડ રૂપિયાની જાહેરાત કરાઇ.
બે મહિનાનું વેલ્ફેર પેન્શન એડવાન્સ આપવામાં આવશે.
500 કરોડ રૂપિયાનું મેડિકલ ઈમરજન્સી માટે હેલ્થ પેકેજ અંતર્ગત અલગથી રાખવામાં આવ્યું.
આ પેકેજથી જનતાને 1000 ફૂડ સ્ટોલ્સથી રૂપિયામાં સબ્સિડી સાથે ભોજન આપવામાં આવશે.
1000 કરોડ રૂપિયા એ પરિવારો માટે, જે કોઈ પેન્શન કે સરકારી મદદ નથી મળતી.
કેરલ સરકારે સ્વચ્છતાને લઇને પણ એક મોટા અભિયાનની શરૂઆત કરી છે કે જેને ‘બ્રેક ધ ચેન’ નામ આપવામાં આવ્યું છે. સરકાર તરફથી કોરોના વાયરસથી બચવા માટે અનેક વાર સાબુથી હાથ ધોવાની સૂચના પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયને પણ ટ્વિટ કરીને ‘બ્રેક ધ ચેન’ હેશટેગથી ટ્વિટ કર્યુ છે. કેરલમાં આ માટે સરકાર અને સામાજિક સંગઠનો તરફથી અનેક પબ્લિક પોઇન્ટ્સ પર અસ્થાયી વૉશ બેસિનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આવાં વૉશ બેસિન તમામ બસ સ્ટોપ અને પબ્લિક લોકેશન પર લગાવવામાં આવ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.