દુનિયાભરમાં કોરોનાવાયરસ ની આગ સતત વધતી જઈ રહી છે. અમેરિકા નૌસેનામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ હવે ભારત માટે પણ ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય નૌસેના માં કોરોના પોઝિટિવ કેસ આવતા ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સતત કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૩ હજારને પાર થઇ ચૂકી છે. હવે આ ખતરનાક વાયરસ એ ભારતીય સેનાને પણ નથી છોડી. મળતી જાણકારી અનુસાર મુંબઈના નૌ સેના મથક પર 21 નૌસૈનિકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.
આઈએનએસ Angre આંગ્રે યુદ્ધ જહાજ પર ૭ એપ્રિલે પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. નૌસેના અધિકારીએ જણાવ્યું કે, આ નવા કેસ પોઝિટિવ સૈનિકના સંપર્ક થી આવ્યા છે. પ્રથમ કેસ બાદ અન્ય કેટલાક લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 21 લોકો ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
21 serving personnel tested positive for #COVID19 within naval premises at Mumbai. This number includes 20 sailors of INS Angre, a shore establishment at Mumbai. Most of these are asymptomatic & have been traced to a single sailor who was tested positive on 7th April: Indian Navy pic.twitter.com/msYJ0zp5Rv
— ANI (@ANI) April 18, 2020
નવ સેના અધિકારીઓએ જણાવ્યું કે ૭ એપ્રિલે પોઝિટિવ આવેલા સૈનિકને મુંબઈના કોલાબાની નૌસેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ભારતીય નૌસેના નો પ્રથમ કરોના પોઝિટિવ કેસ હતો. જ્યારે ભારતીય થલ સેનામાં અત્યાર સુધીમાં ૮ સૈનિકોની પોઝિટિવ હોવાની પુષ્ટી થઇ ચુકી છે.
આઈએનએસ Angre મુંબઈના તટ પર હાજર છે. જ્યાં પશ્ચિમી નૌસેના નો સપોર્ટ બેઝ છે. નૌસેનાના અધિકારી એ જણાવ્યુ કે હવે તેઓ એ જાણી રહ્યા છે કે પોઝિટિવ આવેલા નૌસેનીકો કોના કોના સંપર્કમાં આવ્યા હતા. અધિકારીઓ એ વાતની પણ જાણકારી મેળવી રહ્યા છે કે, આ સૈનિકો ડ્યુટી પર કે અન્ય કામો થી કઈ કઈ જગ્યાએ ગયા હતા.
ભારતીય નૌ સેના પ્રમુખ એડમિરલ કરમવીર સિંહે કહ્યું કે, યુદ્ધ જહાજ અને સબમરીન એ કોરોનાવાયરસ ના સંક્રમણથી મુક્ત રાખવા ખૂબ અગત્યનાં છે. જેથી નૌસેના હરહંમેશ લડાઈ માટે તૈયાર રહે. સશસ્ત્ર બળોમાં પણ કોરોનાવાયરસનું સંક્રમણ ફેલાવાથી રોકવા માટે અમે ઘણા સુરક્ષાત્મક પગલાં લીધા છે.
દેશમાં કોરોનાવાયરસ ના સંક્રમણના દર્દીઓ સતત વધી રહ્યા છે. કોરોનાવાયરસ ના દર્દીઓ ના ઈલાજ માટે કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ અને પોલીસ જવાનોને પણ કોરોના પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. હવે ભારતીય સેનામાં પણ કોરોનાવાયરસ ની એન્ટ્રી થઈ જતા ચિંતા વધી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news