વિદેશ જવાની ઘેલછામાં સુરતના 21 વર્ષીય યુવકે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, એડમિશન ન મળતા ભર્યું દર્દનાક પગલું

સુરત(Surat): શહેરના નાના વરાછા(Nana Varachha) ખાતે રહેતા યુવકે અમેરિકા(America)ની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ ન થવાને કારણે પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો. મળતી માહિતી અનુસાર, ઘરમાં કોઈ હાજર નહોતું તે સમયે યુવકે સાડી બાંધીને ગળા ફાંસો ખાઈ લીધો હતો. જણાવી દઈએ કે, યુવકને કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી(California State University)માં માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન મેળવવું હતું. પરંતુ તે શક્ય ન બનતા ડીપ્રેશનમાં આવી ગયો હતો અને અંતે જીવનનું અંતિમ પગલું ભર્યું હતું.

કેલિફોર્નિયા જવાની ઈચ્છા અધુરી રહી જતા ભર્યું પગલું:
પ્રાપ્ત માહિતી અનુસાર, નાના વરાછાની તાપી દર્શન સોસાયટીની નજીકમાં આવેલી ગિરનાર સોસાયટીમાં મુકેશભાઈ જૈસુર પરિવાર સાથે રહે છે. મૂળ જૂનાગઢના માળિયા તાલુકાના કુકસવાડાના 21 વર્ષના પુત્ર દીપકુમારે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

આ ઘટના અંગે કાપોદ્રા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, દીપની ઈચ્છા અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવાની હતી. પરંતુ તે શક્ય ન બનવાને કારણે હતાશ થઈને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું.

ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી:
જણાવી દઈએ કે, દીપે અમેરિકાની કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે એપ્લાય કર્યું હતું. જો કે દિલીપને એડમિશન ન મળવાને કારણે નિરાશ થઈ ગયો હતો. જેથી ઘરે એકલતાનો લાભ લઈને છતના હુક સાથે ડિજિટલ પ્રિન્ટની સાડી બાંધી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *